ગરબા અને દાંડિયાની ક્વીન રાની કોહેનુર સુરતમાં સુવર્ણ નવરાત્રી 2026માં કરશે આગવું નેતૃત્વ; આ નવરાત્રીમાં લાવશે ઉત્સવનો ઉમંગ અને સંગીતની મધુરતા!

ગરબા અને દાંડિયાની ક્વીન રાની કોહેનુર સુરતમાં સુવર્ણ નવરાત્રી 2026માં કરશે આગવું નેતૃત્વ; આ નવરાત્રીમાં લાવશે ઉત્સવનો ઉમંગ અને સંગીતની મધુરતા!
સુરત : ગરબા ક્વીન રાની કોહેનુર સુરતમાં યોજાનારી સુવર્ણ નવરાત્રી 2026માં મુખ્ય આકર્ષણ બનવા જઈ રહી છે. તેઓ 11થી 20 ઓક્ટોબર 2026 દરમિયાન સતત 10 રાત સુધી સંગીત, નૃત્ય અને ઉત્સવની ઉજવણીથી ભરપૂર કાર્યક્રમમાં પરફોર્મ કરશે.
#Parivartan થીમ સાથે યોજાનારી સુવર્ણ નવરાત્રીમાં વિવિધ પ્રતિભાશાળી કલાકારોની સંગીતમય ટીમ જોવા મળશે. જેમાં દર્શન બુધેલિયા, મયુર દવે, વિરલ દોશી, સિદ્ધાર્થ પટેલ, ડેવિન ઓડેરા, ધ્વનિ પારેખ, નિરવ બારોટ અને ધ્રુવ ટેલરનો સમાવેશ થાય છે, જ્યારે સમગ્ર કાર્યક્રમમાં રાની કોહેનુર મુખ્ય કલાકાર તરીકે પરફોર્મ કરશે.
પોતાના દમદાર દ્વિ-સ્વર ગાયન, નાટ્યાત્મક અંદાજ અને આગવી સ્ટેજ પ્રેઝન્સ માટે જાણીતી રાનીએ ભારતના ગરબા અને નવરાત્રીના સંગીત ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પરંપરાગત ગુજરાતી સંગીતને ભક્તિ સંગીત, આધુનિક ઉર્જા અને પોતાના આગવા ઉત્સાહભર્યા અંદાજ સાથે રજૂ કરીને તેઓ સંગીત અને નૃત્યની સાથે આનંદ તથા લોકો વચ્ચેના જોડાણની પણ અનોખી ઉજવણી કરે છે.
રાની કોહેનુરે જણાવ્યું હતું કે, “ગરબા મારા માટે એક પ્રકારની થેરાપી છે; તેમાં દાંડિયા, ઘાઘરા અને હજારો લોકો એકસાથે નાચતા હોય ત્યારે ખરેખર એક એવી સકારાત્મક ઊર્જા વહે છે, જેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે! પરંપરાગત અને ભક્તિ ગીતો ગાવાથી મને ખૂબ આનંદ મળે છે. નવરાત્રી મારા સૌથી પ્રિય તહેવારોમાંનો એક છે અને સુરત આવવું હંમેશાં મારા માટે ખાસ હોય છે, જાણે હું મારા ઘરે આવી રહી હોઉં એવું લાગે છે. આ વખતે હું માત્ર ગરબા માટે નથી આવી રહી, પરંતુ સમગ્ર સુરતી અનુભવને માણવા માગું છું! શરૂઆત તો અસલી સુરતી લોચો અને ખમણથી જ કરવી છે, ત્યારબાદ ડુમસ સુધી સનસેટ ડ્રાઇવ, ગોપી તળાવની આસપાસ ફરવું અને, અલબત્ત, સુરતના પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટમાં ફરવાનું તો બનતું જ હોય—કારણ કે એક છોકરી પાસે ક્યારેય પૂરતા ઘાઘરા હોઈ શકે નહીં! અને જો સમય મળ્યો તો શહેરના જાણીતા સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણવાનું પણ ચોક્કસ છે. ત્યારબાદ સીધી દાંડિયાની ફ્લોર પર જઈને એ સમગ્ર ઊર્જા સાથે પાછી ફરવાની છે. સુરત સાથે મળીને #Parivartanની ઉજવણી કરવા હું ખૂબ જ આતુર છું—નાચતા, હસતા, ખાતા, તૈયાર થતા અને સાથે મળીને 10 રાતોની સુંદર યાદો સર્જતા!”



