કારકિર્દી

સ્મીમેર મેડિકલ કોલેજના તૃતીય વર્ષના રેસિડેન્ટ ડૉ.નમ્રતા પટેલના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય જર્નલમાં મળ્યું સ્થાન

સ્મીમેર મેડિકલ કોલેજના તૃતીય વર્ષના રેસિડેન્ટ ડૉ.નમ્રતા પટેલના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય જર્નલમાં મળ્યું સ્થાન
સુરત: : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે MD મેડિસિન વિષયના તૃતીય વર્ષના રેસિડેન્ટ ડૉ. નમ્રતા પટેલ દ્વારા તબીબી ક્ષેત્રે એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ડૉ. નમ્રતા પટેલ દ્વારા કરાયેલુ સંશોધન પેપર પ્રતિષ્ઠિત ‘International Journal of Current Pharmaceutical Review and Research’માં પ્રકાશન પામ્યું છે.
ડૉ.નમ્રતા પટેલે “Correlation between Red Cell Distribution Width and Severity of Ischemic Cerebrovascular Stroke” એટલે સરળ ભાષામાં “આ સંશોધનમાં દર્દીના લોહીની સામાન્ય તપાસ(CBC રિપોર્ટ)માં આવતા રક્તકણોના કદના તફાવત પરથી બ્રેઈન સ્ટ્રોક કેટલો ગંભીર છે તેનું નિદાન અને અનુમાન કેવી રીતે કરી શકાય” તે વિષય પર પોતાનું વિશેષ સંશોધન કાર્ય રજૂ કર્યું હતું. એક તબીબી રેસિડેન્ટ તરીકે અભ્યાસકાળ દરમિયાન જ આંતરરાષ્ટ્રીય સ્તરની માન્યતા પ્રાપ્ત જર્નલમાં રિસર્ચ પેપર પ્રકાશિત કરવું એ તેમની નિષ્ઠા, મહેનત અને તબીબી સંશોધન પ્રત્યેના સમર્પણનું ઉત્કૃષ્ટ પરિણામ દર્શાવે છે.
તેમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ સ્મીમેર મેડિકલ કોલેજના તબીબી પરિવાર, સિનિયર પ્રોફેસરો તથા સાથી રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ડૉ.નમ્રતા પટેલને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્તમ શુભેચ્છાઓ આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button