ગુજરાત

શિનોર તાલુકાના અચીસરા થી ડભોઇ તાલુકાના કરમાલ ને જોડતા રસ્તાની રીસર્ફેસિંગ કામગીરી ધારાસભ્ય અક્ષય પટેલે શરૂ કરાવી

શિનોર તાલુકાના અચીસરા થી ડભોઇ તાલુકાના કરમાલ ને જોડતા રસ્તાની રીસર્ફેસિંગ કામગીરી ધારાસભ્ય અક્ષય પટેલે શરૂ કરાવી
આ રસ્તાના નવીનીકરણ માટે રૂપિયા 2 કરોડ 55 લાખની રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે
શિનોર  :શિનોર તાલુકાના અચીસરા, ગરાડી અને ડભોઇ તાલુકાના કરમાલ ગામને જોડતા આશરે પાંચ કિલોમીટર લંબાઇ ધરાવતા રસ્તાની કામગીરી ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા તારીખ 13 ઓક્ટોબર ના રોજ ધાર્મિક પૂજા વિધિ સાથે શ્રીફળ વધેરી શરૂ કરાવેલ છે.
ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા રજૂ કરાયેલ દરખાસ્ત મુજબ અચીસરા થી ગરાડી અને ડભોઇ તાલુકાના કરમાલ ગામે રીસર્ફેસિંગ કરવા માટે મંજૂરી મળતા આશરે રૂપિયા 2 કરોડ 55 લાખ ની રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી. જેની કામગીરી શરૂ કરવા માટે ધારાસભ્ય અક્ષય પટેલ ના હસ્તે ધાર્મિક વિધિ સંપન્ન કર્યા બાદ શ્રીફળ વધેરી ને શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓની સાથે તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન રોહિત, જિલ્લા પંચાયત સદસ્યા પતિ હરિકૃષ્ણ ઉર્ફ જીગાભાઈ પટેલ ,ભાજપ પ્રમુખ સંકેત પટેલ, મહામંત્રી કૃષ્ણકાંત શાહ, નવા વરાયેલા જીલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી નિલેશ દેસાઈ, જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ પ્રશાંત બારોટ ઉર્ફે પીન્ટુ દાદા ,કરજણ તાલુકા ભાજપ મંત્રી મહેશભાઈ રબારી ,અને શિનોર તાલુકાના સહકારી ક્ષેત્રના ચાણક્ય વિકાસભાઈ પટેલ (બીથલી) જોડાયા હતા. નવરાત્રીનું ત્રીજું નોરતું હોવાથી માતાજીના દર્શન નો તમામે લાભ લીધો હતો.અચીસરાના ગ્રામજનો દ્વારા પધારેલા તમામ મહેમાનોનું પુષ્પાહારથી સન્માન કર્યું હતું.
વૃક્ષારોપણ કર્યા પછી તેના જતનની પણ કાળજી લેવાની હોય છે, નહીં તો વૃક્ષારોપણ માત્ર ફોટોસેશન બને છે, તેવી જ રીતના સરકાર દ્વારા મંજૂર કરાયેલ ₹2 કરોડ 55 લાખના આ રીસર્ફસિંગ કામની ગુણવત્તા અને પ્લાન એસ્ટીમેન્ટ મુજબ આ રસ્તો થાય છે કે કેમ તે બાબતે આ ત્રણેવ ગામના ગ્રામજનોએ કાળજી લેવાની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button