પ્રાચીન જ્ઞાનમાં છુપાયેલા છે આધુનિક વિશ્વની સમસ્યાઓના ઉકેલ: ડૉ. પ્રીતિ અદાણી

પ્રાચીન જ્ઞાનમાં છુપાયેલા છે આધુનિક વિશ્વની સમસ્યાઓના ઉકેલ: ડૉ. પ્રીતિ અદાણી
ડૉ. પ્રીતિ અદાણીનો વારાણસી વિશ્વ પરિસંવાદમાં સંદેશ
વારાણસી : અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ સોમવારે વારાણસીમાં “આધુનિક પડકારો માટે પ્રાચીન શાણપણ” વિષય પર યોજાયેલા વિશ્વ પરિસંવાદના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય સંબોધન કરતા જણાવ્યું હતું કે પૌરાણિક શાણપણ વર્તમાન સમસ્યાઓ સાથે સંકળાયેલું હોવું જોઈએ જે જીવન સુધારવામાં મદદ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે “પૂરાતન ડહાપણ માત્ર એટલા માટે મૂલ્યવાન નથી કે તે પ્રાચીન છે. પરંતુ આપણે જ્યારે સમકાલીન સમસ્યાઓ સાથે તેની સુસંગતતા શોધીએ છીએ ત્યારે તે મૂલ્યવાન બને છે,” તેમણે સભ્યતા જ્ઞાનને સાચવવા અને દુઃખ, અસમાનતા અને સંઘર્ષને ઉકેલવા માટે તેને લાગુ કરવાની હાકલ કરી હતી. “દુનિયાને બદલવાની જ્ઞાન આપણને શક્તિ આપે છે. તો શાણપણ આપણે તેને વધુ સારા માટે બદલીએ છીએ તેની આપણને ખાતરી આપે છે.”એમ તેમણે કહ્યું હતું.
ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલ અને માનવ વિકાસ પરના તેમના વિચારો, જેમના ઉપદેશો દુઃખને સંબોધતા હતા એ ભગવાન બુદ્ધ અને પ્રાચીન ચીની ફિલોસોફર કન્ફ્યુશિયસ કે જેમના ઉપદેશો નૈતિક આચરણ, નૈતિક જવાબદારી અને સામાજિક સંવાદિતા પર ભાર મૂકતા હતા તેઓની ફિલસૂફીનો ઉલ્લેખ કરી તેમણે આ મહાન વ્યક્તિત્વોએ સ્થાપેલી આ પરંપરાઓને ભારતના વસુધૈવ કુટુંબકમ અથવા તો વિશ્વ એક પરિવાર છે તેના વિચાર સાથે સાંકળીને જીવન સુધારણા અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે સભ્યતા જ્ઞાનનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.
ત્રણ દાયકાના સામુદાયિક વિકાસ કામો પર પ્રકાશ પાડતા, ડૉ. પ્રીતિ અદાણીએ કહ્યું હતું કે પ્રગતિનું માપ લોકો પર તેની અસર થકી માપવું જોઈએ. સમુદાયોને સાંભળવા અને તેમના ભવિષ્યને આકાર આપવા સક્ષમ બનાવવા તરીકે તેમણે સેવા, અથવા તો નિઃસ્વાર્થ સેવાને વર્ણવતા કહ્યું હતું કે અદાણી સમૂહની ૧૯૯૬માં સ્થપાયેલી સામાજિક વિકાસ પાંખ અદાણી ફાઉન્ડેશન ભારતના ૨૨ રાજ્યોના ૭,૦૦૦ ગામડાઓમાં કાર્ય કરી રહ્યું છે, જે ૧.૩૦ કરોડ જીવનને અસર કરે છે.
અદાણી ગ્રુપની ૧ કરોડ મિલિયન ડોલરની સહાય દ્વારા સમર્થિત ભારત નોલેજ ગ્રાફનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે તે ભારતના સભ્યતા જ્ઞાનને આંતરશાખાકીય સંશોધન માટે નોલેજ ગ્રાફ સુલભ બનાવી ૧૪ ડોક્ટરલ વિદ્વાનોને ટેકો આપે છે.
યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કના પ્રમુખ અને કોલંબિયા યુનિવર્સિટી ખાતેના સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર પ્રો. જેફરી ડી. સૅક્સે “ધ રીટર્ન ઓફ અ મલ્ટીપોલર વર્લ્ડ” પર વૈશ્વિક આર્થિક શક્તિના બદલાતા સંતુલન અને તેમાં ભારતની વધતી જતી ભૂમિકાની તપાસ કરી છે.. વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વર્ષ ૨૦૦૦માં ૫.૨% હતો તે વધીને ૨૦૨૬માં ૮.૫% થયો હોવાનું તેમણે દર્શાવ્યું હતું, તેમનું અનુમાન છે કે ૨૦૫૦ સુધીમાં તે ૧૩.૧% અને ૨૧૦૦ સુધીમાં ૧૫.૧% સુધી પહોંચી જશે. તેમણે એશિયા અને આફ્રિકા તરફ બદલાતા આર્થિક સંતુલન વિશે પણ તેમનું અનુમાન છે કે ૨૧૦૦ સુધીમાં અમેરિકા, કેનેડા અને યુરોપનો સંયુક્ત હિસ્સો ઘટીને ૧૩.૭% થઈ જશે.
પ્રો.જેફરીએ ભારતમાં અને વૈશ્વિક સ્તરે ટકાઉ વિકાસ માટે અદાણી ગ્રુપ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોના વ્યાપને સ્વીકારી ભારતમાં પરિવર્તન અને પ્રગતિના મુખ્ય પ્રેરક બળોમાંના એક તરીકે અદાણી ગ્રુપને વર્ણવ્યું હતું અને દેશના માળખાકીય વિકાસ તથા આર્થિક વૃદ્ધિમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
વ્યવસાયમાં પારિવારિક નામ સાથે જોડાયેલી જવાબદારીઓનો ઉલ્લેખ કરી મુખ્યત્વે શેરધારકોના વળતર પર ધ્યાન કેન્દ્રિત કરતી કોર્પોરેટ કંપનીઓ અને પરિવાર દ્વારા સંચાલિત વ્યવસાયો વચ્ચે તફાવત સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે, જે વ્યવસાયો સાથે પરિવારનું નામ જોડાયેલું હોય છે, તેઓ તે પરિવારના વારસાને પણ વહન કરવા સાથે સમાજને તેઓ શું પાછું આપી રહ્યા છે તે અંગે વિચારવાની જવાબદારી પણ તેઓની હોય છે. તેમના આ વિચારોએ ભારતની આર્થિક કાયાપલટની ચર્ચાને વ્યવસાયિક જવાબદારી અને સામાજિક યોગદાનના વ્યાપક સંદર્ભમાં મૂકી હતી..
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સચિવ શ્રી વિવેક અગ્રવાલે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાની અવિરત શક્તિ વિશે તેમણે જણાવ્યું હતું કે ટેક્નોલોજીના માધ્યમથી ભારતના જ્ઞાનને વધુ સુલભ બનાવી શકાય છે. શ્રી અગ્રવાલે કહ્યું હતું કે પ્રાચીન ગ્રંથોને સમજવામાં, તેમાં રહેલા જ્ઞાનની ઊંડી સમજ કેળવવામાં અને ભારતની સાંસ્કૃતિક વિરાસતને આવનારી પેઢીઓ માટે વધુ સુલભ તથા પ્રસ્તુત બનાવવામાં AI (“આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) મદદરૂપ થઈ શકે છે.”
કોલંબિયા યુનિવર્સિટીના ‘સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ના વરિષ્ઠ સંશોધક ડૉ. નિરુપમ બાજપાઈએ સ્વાગત સંબોધનમાં આ પરિસંવાદ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પાઠવેલી શુભકામનાઓનો ઉલ્લેખ કરીને વિચારો તથા આધ્યાત્મિક પરંપરાઓના સંગમ સ્થાન તરીકે વારાણસીની ઐતિહાસિક ભૂમિકા વિશે વાત કરી હતી. વારાણસી સંવાદ સત્ર એ આંતરરાષ્ટ્રીય શ્રેણીનો એક ભાગ છે, જેની શરૂઆત ગ્રીસમાં થઈ હતી; જેમાં ૨૦૨૨માં એથેન્સ અને ૨૦૨૩માં સ્ટેગિરા ખાતે બેઠકો યોજાઈ હતી, અને ત્યારબાદ ૨૦૨૪માં ચીનના કુફુ અને બેઇજિંગમાં કાર્યક્રમો યોજાયા હતા.




