દેશ

CM ફડણવીસને માનદ ડી.લિટ.ની પદવીથી સન્માનિત કરાયા

CM ફડણવીસને માનદ ડી.લિટ.ની પદવીથી સન્માનિત કરાયા

નાગપુર/વર્ધા: વર્ધા ખાતેની’ડીમ્ડ-ટુ-બી’ યુનિવર્સિટી તરીકેનો દરજ્જો ધરાવતી ‘અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ’  ના યોજાયેલા ૧૭મા પદવીદાન સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસને ‘ઓનરરી ડોક્ટર ઓફ લેટર્સ’ (ડી.લિટ.) ની પદવી એનાયત કરવામાં આવી હતી. ‘દત્તા મેઘે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ નું નવું નામકરણ થયા બાદ યોજાયેલા આ પ્રથમ પદવીદાન સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટીના ચાન્સેલર અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએકરી હતી.
ભારતમાં તબીબી શિક્ષણ, આરોગ્યસંભાળ વ્યવસ્થાપન અને જાહેર આરોગ્ય ક્ષેત્રે નેશનલ મેડિકલ કમિશનના અધ્યક્ષ ડૉ. અભિજાત શેઠેઆપેલા યોગદાન માટે ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.
આ યુનિવર્સિટીની ૧૦ વિદ્યાશાખાઓના ૧૨૩ પીએચ.ડી.મળી કુલ ૨,૩૨૦ પદવીઓ એનાયત કરવામાં આવીહતી. શિક્ષણમાં ઉજળું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સન્માનથી નવાજવાની પ્રણાલિકા હેઠળ ૮૩ પુરસ્કાર વિજેતાઓને ૧૨૩ સુવર્ણ ચંદ્રકો, સાત રજત ચંદ્રકો અને અન્ય ૧૩ પુરસ્કારો એનાયાત કરવામાં આવ્યા હતા. ‘દત્તા મેઘે મેડિકલ કોલેજ’ ના પૂજલ દેવીદાસ માપારીએ હાંસલ કરેલી ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ માટે ૨૩ ચંદ્રકો મેળવ્યા હતા.
મુખ્ય મંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું હતું કે જે સમાજે સર્જન કરેલી સંસ્થા મારફત આપ સ્નાતક થયા છો તેથી  સમાજને પરત આપવાનો હંમેશા એક સમય હોય છે. તેમણે કહ્યું હતું કે તમે કેટલું કમાવ છો એ સફળતાની વ્યાખ્યા નથી પરંતુ તમે કેટલું પરત આપો છો તે છે.
શ્રી ફડણવીસે હળવી ટીપ્પણી કરતાં કહ્યું હતું કે હું આ તમામ પીએચડીને જોવું છું ત્યારે હું પરમતત્વનો આભાર માનું છું કે મારે તેમના જેટલી સખ્ત મહેનત કરવી નથી પડી.
ડૉ. પ્રીતિ અદાણીએયુનિવર્સિટીના શૈક્ષણિક સમુદાય માટે આ ક્ષણને ગૌરવરુપ ગણાવી જણાવ્યું હતુંકે આજનો દિવસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, તેમના પરિવારો અને શિક્ષકો માટેતેમની વર્ષોની કઠોર મહેનત અને સમર્પણની પરિસીમા સમાન છે. આ વેળા તેમણે સ્વર્ગીય શ્રી દત્તા મેઘેને યાદ કરી કહ્યું હતું કે તેમની દૂરંદેશીના પરિણામે આ સંસ્થાનું ઘડતર થયું હતું  શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન આજે પણ આ સંસ્થાના સુસંસ્કૃત ઉજળા વારસાનો એક ભાગ બની રહ્યું છે.
આ યુનિવર્સિટીની ૧૦ વિદ્યા શાખાઓમાં તબીબી વિજ્ઞાન,દંત વિજ્ઞાન, આયુર્વેદિક વિજ્ઞાન, ફિઝિયોથેરાપી,નર્સિંગ સાયન્સ, એલાઇડ હેલ્થ સાયન્સ, ફાર્માસ્યુટિકલ સાયન્સ, એન્જિનિયરિંગ અને એલાઇડ સાયન્સનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટીનીસંલગ્ન સંસ્થાઓમાં જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ, દત્તા મેઘે મેડિકલ કોલેજ, શરદ પવાર ડેન્ટલ કોલેજ, મહાત્મા ગાંધી આયુર્વેદ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, રવિ નાયર ફિઝિયોથેરાપી કોલેજ, શ્રીમતી રાધિકાબાઈ મેઘે મેમોરિયલ કોલેજ ઓફ નર્સિંગ, સ્કૂલ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સ, દત્તા મેઘે કોલેજ ઓફ ફાર્મસી, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને સ્કૂલ ઓફ એલાઇડ સાયન્સ સામેલ છે.
સમારોહના અતિથિ વિશેષપદે રાજ્ય મંત્રી ડૉ. પંકજ રાજેશ ભોયર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત યુનિવર્સિટીના ટ્રેઝરર ડૉ. મલય મહાદેવિયા, ટ્રસ્ટી શ્રી સાગર મેઘે અને યુનિવર્સિટીનાકુલપતિ ડૉ. લલિતભૂષણ વાઘમારે પણ હાજર રહ્યા હતા.
નાગપુરથી આશરે ૮૦ કિમી દૂર વર્ધામાં સાવંગી મેઘે ખાતે આવેલી અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ એક બહુ-શાખાકીય ડીમ્ડ-ટુ-બી યુનિવર્સિટી છે. “લર્ન એન્ડ લીડ”ના વિચાર સાથે કાર્યરતઆ યુનિવર્સિટીનો હેતુ અર્થપૂર્ણ કારકિર્દી માટે વિદ્યાર્થીઓનું ઘડતર કરીને તેમના વ્યાવસાયિક કાર્યોના બળે સમાજમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
૧૦૦ તબીબી વિદ્યાર્થીઓ સાથે શરુ થયેલ આયુનિવર્સિટી આજે ૨૬૦ થી વધુ બહુ-શાખાકીય અભ્યાસક્રમોમાં ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ સુધી વિકસી છે. આરોગ્ય વિજ્ઞાન અને અન્ય શાખાઓમાં ફેલાયેલી આ સંસ્થાના  શૈક્ષણિક વ્યાપમાં શિક્ષણ, સંશોધન, નવીનતા અને સમુદાયોને શિક્ષણ સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવાઇ માર્ગે નાગપુર સાથે જોડાયેલ આ યુનિવર્સિટી કેમ્પસ રોડ અને રેલ મારફત મુખ્ય શહેરો સાથે પણ સંલગ્ન છે., આ સંસ્થાએ ૨૦૧૯માં નાગપુરમાં તેની પ્રથમ ઑફ-કેમ્પસ કોલેજની સ્થાપના કરી હતી.
ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકન અને માન્યતા આપવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા સ્થાપિત સ્વાયત્ત સંસ્થા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલનીA++ ગ્રેડની માન્યતા આ યુનિવર્સિટી ધરાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button