શિક્ષા

માત્ર 26 વર્ષની વયે પીએચ.ડી. પૂર્ણ કરી ડૉ. ભાર્ગવ મોદીએ સિદ્ધિ મેળવી

પારિવારિક વ્યવસાયને સંશોધન અને વૈજ્ઞાનિક અભિગમથી નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ

સુરત: પારિવારિક વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવાના સંકલ્પ સાથે સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર ડૉ. ભાર્ગવ મોદીએ માત્ર 26 વર્ષની વયે પીએચ.ડી. પૂર્ણ કરી યુવા પેઢી માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ડૉ. ભાર્ગવ મોદીએ ઔદ્યોગિક ખરીદીના નિર્ણય (Industrial Buying Decision) વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન કરી એક વિશિષ્ટ રિસર્ચ મોડેલ વિકસાવ્યું છે. આ સંશોધનમાં Brand Patronage જેવા મહત્વપૂર્ણ Constructs નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનો મુખ્ય ઉદ્દેશ પારિવારિક વ્યવસાયમાં પરંપરાગત પદ્ધતિઓની સાથે સંશોધન અને વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ કરીને વ્યવસાયને વધુ પ્રગતિશીલ બનાવવાનો છે.
સ્નાતક અભ્યાસકાળથી જ સંશોધન ક્ષેત્રે સક્રિય રહેલા ભાર્ગવ મોદીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગમાં ડૉ. પ્રથા ઝાલાના માર્ગદર્શન હેઠળ માત્ર ત્રણ વર્ષમાં પીએચ.ડી. પૂર્ણ કરી છે. ખાસ નોંધનીય છે કે તેમણે આ શૈક્ષણિક સિદ્ધિ માત્ર 26 વર્ષની વયે હાંસલ કરી છે.
પીએચ.ડી.ના અભ્યાસ દરમિયાન તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની અંદાજે સાત પરિષદોમાં પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા છે. આ ઉપરાંત તેમના બે સંશોધન પત્રો પણ પ્રકાશિત થયા છે. તેમની સાહિત્ય અને સંશોધન પ્રત્યેની રુચિનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે માત્ર 20 વર્ષની નાની વયે તેમણે પોતાનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું.
યુવા વયે ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ, સંશોધન ક્ષેત્રે સક્રિયતા અને પારિવારિક વ્યવસાયને નવી દિશા આપવાના ઉમદા સંકલ્પ સાથે ડૉ. ભાર્ગવ મોદીએ શિક્ષણ અને ઉદ્યોગજગત વચ્ચે સેતુરૂપ બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમની આ સિદ્ધિ યુવા સંશોધકો અને ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણારૂપ બની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button