શિક્ષા

સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની વેબસાઈટ લોન્ચ

  • સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની વેબસાઈટ લોન્ચ
  • પ્રમુખ ડૉ. નસીમ કાદરી અને માનદ મંત્રી અબ્દુલહાય અબ્દુલ અઝીઝના હસ્તે વેબસાઈટનું ઉદ્ઘાટન
  • શૈક્ષણિક માહિતી હવે એક જ પ્લેટફોર્મ પર મળશે
  • સુરત શહેરની અગ્રેસર શૈક્ષણિક સંસ્થા ‘ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી’ દ્વારા સંસ્થાના સંચાલન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ પારદર્શક, ઝડપી અને ડિજિટલ બનાવવાના ઉદ્દેશ્યથી સત્તાવાર વેબસાઈટનો લોન્ચિંગ સમારોહ આજે સોસાયટીખાતે યોજાયો હતો.
  • સોસાયટીના પ્રમુખશ્રી એડવોકેટ ડૉ. નસીમ જી. કાદરી તથા માનદ મંત્રી મુલ્લા અબ્દુલહાય અબ્દુલ અઝીઝ સાહેબ ના વરદ હસ્તે સોસાયટીની નવી વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના કમિટી સભ્યો તેમજ વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • આ પ્રસંગે સોસાયટીના પ્રમુખશ્રી અને માનદમંત્રી જણાવ્યું હતું કે, “આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. આ વેબસાઈટ શરૂ થવાથી સોસાયટી હેઠળની તમામ શાળાઓની માહિતી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ વાલીઓ, વિદ્યાર્થીઓ સુધી ઘર બેઠા સરળતાથી પહોંચી શકશે.”
  • આ વેબસાઈટના માધ્યમથી સોસાયટીની વિવિધ સંસ્થાઓની તમામ માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બનશે.
  • સોસાયટીના પ્રમુખ અને માનદમંત્રી થા કમિટી સભ્યો ડિજિટલ પહેલને સફળ બનાવવા માટે અનેક પ્રયત્ન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button