ગુજરાત

સાધલીમાં વહેલી સવારે વેસ્ટ કચરો સળગાવતા નજીક ઉભેલા ટેમ્પાના ટાયર અને વાયરીંગ બળી ગયા

મસ્જિદ જતા, મોર્નિંગ વોક માટે નીકળેલા તથા ચાની લારીવાળા દ્વારા આગને હોલવવામાં આવી

✍🏻હસમુખ પટેલ સાધલી.
શિનોર તાલુકાના સાધલી મુકામે 19 નવેમ્બર 2026 વહેલી સવારના સાડા પાંચ થી છ વાગ્યાના અરસામાં પરબડી ની બાજુમાં આવેલા શોપિંગ ની પાછળ કચરાના ઢગલા પડ્યા હતા અને આ કચરો સળગાવતા નજીકમાં ઘણા દિવસોથી પડી રહેલા ટાટા કંપનીના GJ 06 AX 3721 સુપર એસી મીન્ટ ગુડ્ઝ કેરિયર લખેલા ટેમ્પાના આગળના ટાયરો સળગવા લાગતા તેની ગરમી થી કેબિનમાં સીટો તથા વાયરીંગ બળી ગયા હતા.
વહેલી સવારે મોર્નિંગ માટે નીકળેલા અને મસ્જિદમાં નમાજ પઢવા જનારા તથા ચાની લાવી વાળા અને પરબડીની આજુબાજુ રહેનારા આવી જતાં ડોલોથી સતત પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી. અને ટેમ્પો વધુ નુકસાની માંથી બચી ગયો હતો.
પંચાયત દ્વારા આ જગ્યાએ દારૂખાનાની દુકાનો ના પ્લોટ ફાળવેલા હતા અને દિવાળી પૂરી થતાં તેનો કચરો પડી રહ્યો હતો. પંચાયતના સફાઈ કર્મચારીઓ સફાઈ કરેલો કચરો ભરી જવાના બદલે , ઢગલો કરીને સળગાવે છે. વેરાઈ માતા મંદિરના પાછલા રસ્તે પંચવટી બાગ ની સામે અને આંગણવાડીની સામે પણ કચરો બાળેલો દેખાઈ આવે છે. આ ટેમ્પો ઘણા સમયથી બિન ઉપયોગી થઈને આ જગ્યાએ પડી રહ્યો હતો. આ ટેમ્પા ની બાજુમાં જ બે ડાયરો વાળા મિક્સર મશીન નો પડી રહ્યા હતા, ખાનગી વાહનો વાળા પણ આ રસ્તાની આજુબાજુ ગમે ત્યાં વાહનો પાર્કિંગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં જો આવો કોઈ બનાવ બને તો તેની જવાબદારી જે તે વાહન માલિકોની જ ગણાશે, જેથી વાહનો પોતાના ઘરે અથવા પાર્કિંગ જગ્યા હોય તો તે જગ્યાએ પાર્ક કરે એ જરૂરી છે. આ પડી રહેલો ટેમ્પો માંજરોલ ગામના વ્યક્તિ નો હોવાનું જાણવા મળે છે. પંચાયત દ્વારા આ તમામ જગ્યાએથી તાત્કાલિક કચરો દૂર કરાવે અને જગ્યા ખુલ્લી કરાવે એવી માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button