વ્યાપાર

ગુજરાતી સંગમ: વિશ્વભરના ગુજરાતી સમુદાયો માટે એક ક્રાંતિકારી મેટ્રિમોની સર્વિસ

• તે વેરિફાઇડ ફોટોગ્રાફ્સ, દર અઠવાડિયે નવી પ્રોફાઇલ્સ અને તમામ સ્તરે માનવ સહાય પૂરી પાડે છે

સુરત, ડિસેમ્બર 2023: વૈવાહિક આનંદની શોધ કરી રહેલા ચોક્કસ સમુદાયોને એકસાથે લાવવા માટે તૈયાર કરવામાં આવેલ એક વિશિષ્ટ પ્લેટફોર્મ ‘ગુજરાતી સંગમ’ મેટ્રિમોની (લગ્ન) લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. આ નવી સર્વિસ મેમ્બર્સને ઉચ્ચ ગુણવત્તા, સલામત અને સફળતાલક્ષી લગ્નનો અનુભવ પ્રદાન કરે છે જે ગુજરાતી માતા-પિતા અને લાયક અવિવાહિતો દ્વારા નિઃશંકપણે પ્રેમ અને વિશ્વાસ પ્રાપ્ત થશે. આ સર્વિસની મુખ્ય નવી વિશેષતાઓમાં સમાવેશ થાય છે – 100% વેરિફાઇડ પ્રોફાઇલ્સ, માત્ર વેરિફાઇડ ફોટોગ્રાફ્સવાળી જ પ્રોફાઇલ્સ, દર અઠવાડિયે ખાતરીપૂર્વકની નવી પ્રોફાઇલ્સ ઉપરાંત હ્યુમન આસિસ્ટન્સ તથા મેમ્બરશિપના સમયગાળા દરમિયાન સપોર્ટ. આ પ્લેટફોર્મ વિશ્વભરના ગુજરાતી સમુદાયોની અનન્ય પસંદગીઓને પહોંચી વળવા, તેમના પોતાના સાંસ્કૃતિક સંદર્ભમાં જોડાણોને ઉત્તેજન આપવા માટે ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે.

ઓનલાઈન મેચમેકિંગના ગતિશીલ લેન્ડસ્કેપમાં, ગુજરાતી સંગમ ભારતની પ્રથમ અને માત્ર 100% વેરિફાઈડ, પ્રીમિયમ મેટ્રિમોની સેવા બનવાનું વચન આપે છે. વપરાશકર્તાની ઓળખને પ્રમાણિત કરીને તે શંકાસ્પદ પ્રોફાઇલને દૂર કરવા અને ઓનલાઈન મેચમેકિંગને વધુ સુરક્ષિત બનાવવાનો હેતુ ધરાવે છે.

પીપલ ગ્રુપના સ્થાપક અને સીઈઓ અનુપમ મિત્તલે જણાવ્યું હતું કે, “ગુજરાતી સંગમ વપરાશકર્તાઓને સમુદાય-વિશિષ્ટ જોડી મેળવવા માંગતા લોકો માટે ઉચ્ચ ગુણવત્તા, સુરક્ષિત અને કસ્ટમાઇઝ્ડ અનુભવ પ્રદાન કરવા માટે રચાયેલ છે. સંગમ બ્રાંડ નામ પોતે જ ગુજરાતી સમુદાય સાથે અતૂટ જોડાણ ધરાવે છે અને લોકોને જીવનભર અર્થપૂર્ણ સંબંધો શોધવામાં મદદ કરવાનું વચન આપે છે અને સાચા, સમાન વિચારવાળા જીવનસાથીઓનું જોડાણ સુનિશ્ચિત કરે છે.”

ગુજરાતી સંગમ એ Shaadi.comની એક નવી સર્વિસ છે અને કડક ગોપનીયતા અને સુરક્ષાના પગલાં ઓફર કરવા માટે પ્રતિબદ્ધ છે. તે કોઈપણ સંભવિત છેતરપિંડીભર્યા એકાઉન્ટ્સને દૂર કરવા માટે નિષ્ણાંતો દ્વારા હાથ ધરવામાં આવેલી બેકગ્રાઉન્ડની તપાસ સહિતની સખત ચકાસણી પ્રક્રિયાનો ઉપયોગ કરે છે અને વપરાશકર્તાઓને સુરક્ષિત અને વિશ્વસનીય ઓનલાઇન મેચમેકિંગ અનુભવ પ્રદાન કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button