ગણપત યુનિવર્સિટી – મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી સ્ટેટ મિશન પ્રાયોજિત UG-BTCBC ક્રેશ વર્કશોપ – 2024 શરુ થયો
ગણપત યુનિવર્સિટી - મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી સ્ટેટ મિશન પ્રાયોજિત UG-BTCBC ક્રેશ વર્કશોપ – 2024 શરુ થયો

- ગણપત યુનિવર્સિટી – મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી સ્ટેટ મિશન પ્રાયોજિત UG-BTCBC ક્રેશ વર્કશોપ – 2024 શરુ થયો
ગણપત યુનિવર્સિટી – મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ખાતે 17 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન પ્રાયોજિત ‘UG-BTCBC ક્રેશ વર્કશોપ 2024’નું ઉત્સાહભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં B.Sc. ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં (જેમ કે IIT, IISc, JNU, TIFR અને Central Universities) પ્રવેશ મેળવવા માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવા સજ્જ કરવા માટે ૧૫ દિવસીય વર્કશોપની શરૂઆત થઇ હતી.
આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરનાર માનનીય મહેમાન શ્રી અને મુખ્ય વક્તા તરીકે પધારેલા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગાંધીનગરના એસોસિયેટ પ્રોફેસર ડૉ. ચિરાયુ દેસાઈનું ઉષ્માભર્યું સ્વાગત સાયન્સ ફેકલ્ટીના ડીન ડૉ. અમિત પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ GUNI-MUIS ખાતે BTCBCના સંયોજક ડૉ. હાર્દિક શાહ દ્વારા માનનીય મહેમાનશ્રી તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગરના મેનેજર (HRD), ડૉ. મિતાલી ડાભીનું અભાર સહ સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ડૉ. અમિત પરીખ દ્વારા પ્રેરણાદાયી સ્વાગત પ્રવચન થી થયેલી. ત્યારબાદ ડો. ચિરાયુ દેસાઈએ રજુ કરેલ ઔપચારિક સંબોધનમાં કારકિર્દી તરીકે સંશોધનને પસંદ કરવાના વલણને નિશ્ચિત કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. ડૉ. મિતાલી ડાભીએ પણ હાજર રહેલા વિદ્યાર્થીઓને પ્રેરક વક્તવ્ય આપ્યું, જેમાં UG અને PG અભ્યાસ પછી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાર કરીને સફળ કારકિર્દીના માર્ગની કલ્પના કરવા પ્રોત્સાહિત કર્યા.
આ 15 દિવસીય સઘન વર્કશોપ, 17 થી 31 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે જેમાં અંતિમ વર્ષ B.Sc.ના વિદ્યાર્થીઓને 120 કલાક જેટલું સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી શિક્ષણ આપી સફળ કારકિર્દીના ઘડતર માટે પાયો નાખવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં વિવિધ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા કુલ 107 વિદ્યાર્થીઓ દ્વારા આ વર્કશોપ માટે નોંધણી કરાવવામાં આવી હતી. કાર્યક્રમનું સમાપન ગણપત યુનિવર્સિટી ગીત સાથે સંગીતમય સૂરમાં થયું,