અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ અને નેત્રંગમાં મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી
અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ અને નેત્રંગમાં મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી
મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મહિલા મંડળની મહત્વની ભૂમિકા
દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દહેજ અદાણી પોર્ટ ખાતે આયોજીત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માઉન્ટેન ગર્લ સીમાબેન ભગત, આઇસ્ટોક ગર્લ તરીકે ઓળખાતી ધ્રુવી પટેલ, આરોગ્ય ખાતાના ડૉ.મમતા બેન અને CHO કિંજલબેન ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે મહિલા દિવસનું થીમ ‘મહિલાઓમાં રોકાણ કરોઃ પ્રગતિને વેગ આપો’ રાખવામાં આવ્યું છે.
અદાણી ફાઉન્ડેશન પ્રેરિત મહિલા મંડળના સભ્યોઓએ ઇનકમ જનરેશન એક્ટિવિટીથી આત્મનિર્ભર બની છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહિલા લાભાર્થીઓએ જાત અનુભવોનું સવિસ્તાર વર્ણન કરી બહેનોને પ્રેરણા પૂરી પાડી હતી. છેલ્લા બે વર્ષમાં અદાણી ફાઉન્ડેશન તરફથી મળેલા માર્ગદર્શન અને સહાયથી આ મહિલાઓએ રૂ.22.55 લાખ જેટલી આવક મેળવી છે. જે બહેનો શરૂઆતમાં મહિને રૂપિયા 1૦૦/- બચત કરતાં હતા. તેઓ આજે મહિને રૂપિયા 5૦૦/- ની બચત કરી પરિવાને આર્થિક મદદરૂપ બન્યા છે.
માઉન્ટેન ગર્લ સીમાબેન ભગતે નારીમાં રહેલી અપાર શક્તિ વિશે જાગૃત કરતા કહ્યું હતું કે “નારી ધારે તો શું ન કરી કરી શકે? તેમણે પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરતી ઘટનાઓ સંભળાવી મહિલાઓને વધુ સશક્ત બનવાની પ્રેરણા આપી હતી. ધ્રુવી પટેલે પણ પોતાના જાત અનુભવો મહિલાઓ સાથે શેર કરી તેમનામાં નવીન ઉર્જાનો સંચાર કર્યો હતો.
આ પ્રસંગે SHG મહિલાઓએ આદિવાસી નુત્ય અને નાટકની પ્રસ્તુતિ કરી મહિલા મડળને સફળતાથી ચલાવવાની કુંજી આપી હતી. તો 1 મિનિટની સ્પર્ધાત્મક ગેમમાં વિજેતા બહેનોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકર્મમાં ઉપસ્થિત સૌ મહિલાઓએ અદાણી ફાઉન્ડેશન આભાર વ્યક્ત કર્યો હતો.
અદાણી ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના દહેજ અને નેત્રંગ વિસ્તારમાં સામાજિક વિકાસના અનેકવિધ કાર્યોમાં પ્રવૃત્ત છે. જેમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલા મંડળ બનાવી મહિલાઓને પગભર કરી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા થયેલા મહિલા સશક્તિકરણથી પ્રભાવિત લખીગામ ગ્રામ પંચાયતે અદાણી ફાઉંડેશનનો સંપર્ક કરી અન્ય મહિલાઓને પણ લાભાન્વિત કરવા નવા ઉપક્રમો અને પ્રવૃત્તિઓ શરૂ કરવા વિનંતી કરી છે.