સેમસંગ 17 એપ્રિલે ભારતમાં AI ટીવીની નવી રેન્જ લોન્ચ કરશે

સેમસંગ 17 એપ્રિલે ભારતમાં AI ટીવીની નવી રેન્જ લોન્ચ કરશે
ગુરુગ્રામ, ભારત – એપ્રિલ 10, 2024: ઈન્ડિયાની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ 17 એપ્રિલ 2024ના રોજ પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત ટેલિવિઝનની નવી રેન્જ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે
એઆઈ ટેલિવિઝનનું આગામી લોન્ચિંગ સેમસંગ દ્વારા આ વર્ષની શરૂઆતમાં AI સંબંધિત મોટી જાહેરાત બાદ થયું છે. સેમસંગે જાન્યુઆરીમાં ગેલેક્સી એસ ૨૪ સિરીઝ સાથેના પોતાના સ્માર્ટફોન્સ માટે ગેલેક્સી એઆઇ અને આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાના હોમ એપ્લાયન્સિસ માટે બેસ્પોક એઆઈ લૉન્ચ કર્યું.
સેમસંગની નિયો ક્યુએલઈડી 8K સીરીઝ, નિયો ક્યુએલઈડી 4K સીરીઝ અને ક્યુએલઈડી સીરીઝ આ વર્ષે AI દ્વારા સંચાલિત થવાની સંભાવના છે.
સેમસંગે ભારતમાં તેની નવી રેન્જના AI ટીવી ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો પાસેથી પ્રારંભિક ઓર્ડર પણ લેવાનું શરૂ કર્યું છે. ગ્રાહકો Samsung.com અને સેમસંગ શોપ એપ પર રૂ.5000 ચૂકવીને સેમસંગના નવા AI ટીવીનો પ્રી ઓર્ડર કરી શકે છે. જે ગ્રાહકો સેમસંગના નવા AI સંચાલિત ટીવીનો પ્રી-ઓર્ડર કરે છે તેઓ તેમની ખરીદી પર પ્રારંભિક ઍક્સેસ વિશેષ ઑફર્સ માટે પાત્ર બનશે.
Neo QLED 8K સિરીઝ (75 ઇંચ અને તેથી વધુ)નો પ્રિ-ઑર્ડર કરનારા ગ્રાહકો પોતાની ખરીદી પર રૂ. 15000ના લાભ મેળવી શકે છે, જ્યારે Neo QLED 4K અને OLED સિરીઝનો અગાઉથી ઑર્ડર કરનારા ગ્રાહકોને તેમની ખરીદી પર રૂ.10000ના લાભ મળશે.
સેમસંગનું નવું નીઓ QLED 8K ટીવી પ્રીમિયમ વ્યુંઇંગ એક્સપિરિયસ, વ્યક્તિગત અનુભવો , સેવિંગ એનર્જી અને અલ્ટ્રા-ઇમર્સિવ ઑડિયો અને પાવર ઑડિયો સુવિધાઓ સાથે નવીન સુવિધાઓ પ્રદાન કરે છે.