વિત્ત વર્ષ-24માં APSEZના ચોખ્ખો નફો 50% ઉછળ્યો

વિત્ત વર્ષ-24માં APSEZના ચોખ્ખો નફો 50% ઉછળ્યો
ભારતના કાર્ગોનો વૃદ્ધિ દર 3 ગણો વધીને 420 મિલી. મેટ્રીક ટનના રેકોર્ડ વોલ્યુમે પહોંચ્યો
વાર્ષિક ધોરણે વોલ્યુમ 24% વધીને 420 મિલીયન મેટ્રીક ટન થયું
આવક 28% વધીને રૂ.26,711 કરોડની વિક્રમી ટોચે પહોંચી
વાર્ષિક ધોરણે EBITDA 44% વધીને રૂ.15,751 કરોડ થયો
વાર્ષિક ધોરણે PAT 50% વધીને રૂ.8,104 કરોડ થયો
વિત્ત વર્ષ-24 માટે EBITDA ગત વર્ષ-23ના 2.3x સામે 3.1x પર ચોખ્ખું દેવું
વિકાસને આગળ વધારવા સાથે પૂર્વ-પશ્ચિમ પ્રદેશની સમાનતા સુધારવા માટે ગોપાલપુર પોર્ટ અને
કરાઈકલ પોર્ટ હસ્તગત કર્યું
અમદાવાદ, ૨ મે૨૦૨૪: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને બાર મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે.
Particulars (Rs Cr)
Q4
FY24
Q4
FY23
Y-o-Y Change
FY24
FY23
Y-o-Y Change
Cargo (MMT)
108.7
86.3
26%
419.9
339.2
24%
Revenue
6,897
5,797
19%
26,711
20,852
28%
EBITDA#
4,029
3,271
23%
15,751
10,947
44%
PAT**
2,015
1,139
77%
8,104
5,391
50%
# EBITDA includes the impact of forex MTM gain or loss. In Q4 FY24, forex loss is Rs 15 Cr and in Q4 FY23, forex loss is Rs 1 Cr. In FY24, forex loss is Rs 113 Cr and in FY23, forex loss is Rs 1,886 Cr. **Based on estimated future profits, APSEZ has elected to switch to the new tax regime (u/s 115 BAA of the IT Act) for one of its subsidiaries, AKPL, in Q2 FY24. Consequently, the past years MAT was written-off, which has reduced the FY24 PAT by Rs 455 Cr.
APSEZના પૂર્ણકાલિન ડાયરેકટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે કંપની માટે ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ બંને આંકડાકીય દ્રષ્ટીએ નાણાકીય વર્ષ- 24 મેટ્રિક્સ પર ઘણા નવા સીમાચિહ્નો રેખાંકીત કરતું વર્ષ રહ્યું છે. APSEZ એ કાર્ગો, આવક અને EBITDA પર નાણાકીય વર્ષની શરૂઆતમાં પૂરા પાડવામાં આવેલ માર્ગદર્શનના ઉપલા છેડાને 6% -8% થી આગળ વધાર્યું, જ્યારે વર્ષનું ચોખ્ખું દેવું અને EBITDA ગુણોત્તર 2.5x ના માર્ગદર્શન સામે 2.3x સાથે સમાપ્ત થયું. કંપનીનું એન્ડ-ટુ-એન્ડ સર્વિસનું બિઝનેસ મોડલ, ચાવીરૂપ ગ્રાહકો સાથે વ્યૂહાત્મક ભાગીદારી, તેના પોર્ટ ઓફ સ્ટ્રિંગ દ્વારા નેટવર્ક ઇફેક્ટનો લાભ ઉઠાવવો અને ઓપરેશનલ કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સ્પષ્ટ પરિણામો મળી રહ્યા છે.એમ તેમણે કહ્યું હતું.
બે વર્ષથી ઓછા સમયમાં 100 MMT ના વધારાના કાર્ગો વોલ્યુમ સાથે APSEZ 2025માં 500 MMT કાર્ગોનું વોલ્યુમ હાંસલ કરવા માટે પૂર્ણ રીતે સજ્ છે, તાજેતરમાં હસ્તગત કરવામાં આવેલ ગોપાલપુર પોર્ટનો મજબૂત ટેકો અને ચાલુ વર્ષમાં વિઝિંજમ પોર્ટ અને આગામી વર્ષે WCTનો સુનિશ્ચિત આરંભ અમારી આ સજ્જતાના ઉજળા પાસા બની રહેશે. શ્રી ગુપ્તાએ ઉમેર્યું હતું કે ખાસ કરીને લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં વૃદ્ધિને વેગ આપવા માટે અમે વ્યવસાયમાં ભારે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.. અમારું તાજેતરમાં કાર્યરત થયેલું નવું ટ્રકિંગ સેગમેન્ટ APSEZને પોતાના ગ્રાહકોને લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી સોલ્યુશન પુુરા પાડવા સક્ષમ બનાવે છે. અમારા ટકાઉ બિઝનેસ વૃદ્ધિ તરફના પ્રયાસોને ચાર વૈશ્વિક રેટિંગ એજન્સીઓ તરફથી ટોચના ડેસીલ ESG રેટિંગમાં સારી રીતે પારખવામાં આવ્યા છે. .
કામકાજની ઝલક
નાણાકીય વર્ષ-24માં APSEZએ દેશના કુલ કાર્ગોના 27% અને કન્ટેનર કાર્ગોના 44%નું પરિવહન કર્યું છે.
નાણાકીય વર્ષ-24માં APSEZના ઘરઆંગણાના કાર્ગો વોલ્યુમમાં વાર્ષિક ધોરણે તેના કાર્ગો વોલ્યુમમાં ભારતના 7.5%ની વૃદ્ધિ સામે 21% વૃદ્ધિ નોંધાવી છે.
નવા ઉમેરાયેલા બે બંદરો (હાયફા– જાન્યુ.23 અને કરાઇકલ-માર્ચ-’23)ને બાદ કર્યા પછી પણ APSEZએ વાર્ષિક ધોરણે કાર્ગો વોલ્યુમમાં 18% વૃધ્ધિ નોંધાવી છે.
નાણા વર્ષ-24 માં 180 MMT (વાર્ષિક ધોરણે 16%)ના કાર્ગો વોલ્યુમ સાથે અમારું ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ નાણા વર્ષ-25 માં 200 MMT માર્કને પાર કરવા માટે સંગીન સ્થિતિમાં છે.
મુન્દ્રા પોર્ટે વર્ષ દરમિયાન 7.4 મિલિયન TEU હેન્ડલ કર્યા, જે તેના નજીકના હરીફ કરતા 15% વધુ છે
ભારતના પોર્ટફોલિયોમાંથી અમારા દસ બંદરોએ આ વર્ષ માટે તેમના આજીવન ઉચ્ચ કાર્ગોના વોલ્યુમનો વિક્રમ સર્જ્યો છે.
મુન્દ્રા ખાતેના AICTPL (CT-3) ટર્મિનલે ભારતમાં કોઈપણ ટર્મિનલ પર અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક કન્ટેનર કાર્ગોનો જથ્થો પહોંચાડ્યો છે.
મુન્દ્રા બંદરે અત્યાર સુધીના સૌથી કદાવર કન્ટેનર જહાજો પૈૈકીના15,908 TEUs ની ક્ષમતા ધરાવતા એક – MV MSC હેમ્બર્ગ (399 મીટર લાંબુ x 54 મીટર પહોળું) બર્થ કર્યું છે.
નાણા વર્ષ-24ના અંતિમ ક્વાર્ટરમાં તેનું અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક 109 MMT વોલ્યુમ નોંધાવ્યું છે.
નાણા વર્ષ-24માં અત્યાર સુધીનો સૌથી વધુ કન્ટેનર રેલ (19%) અને બલ્ક (40%) વોલ્યુમ હાંસલ કર્યું છે
નાણાકીય ઝલક:
નાણા વર્ષ-24માં વાર્ષિક ધોરણે 28%ની આવક વૃદ્ધિ સાથે રૂ. 26,711 કરોડની આવક, બંદરના વ્યવસાયની આવકમાં 30% અને લોજિસ્ટિક્સ બિઝનેસમાં 19%ના વધારા દ્વારા સમર્થિત છે
વાર્ષિક ધોરણે EBITDA (ફોરેક્સ સિવાય) 24% વધીને રૂ. 15,864 કરોડ થયો, જેમાં બંદરના વ્યવસાયનું રૂ.15,246 કરોડ અને રૂ.540 કરોનું લોજિસ્ટિક્સ બિઝનેસના યોગદાનનો ટેકો રહ્યો છે
ઘરેલું પોર્ટ EBITDA માર્જિન 150 bps દ્વારા વિસ્તૃત અસ્કયામતોના વધુ સારા કામકાજ સાથે (નાણા વર્ષ-23 માં 56% સામે નાણા વર્ષ-24 માં 67% ની ક્ષમતાનો ઉપયોગ)
તેની પેટાકંપનીઓમાંની એક માટે નવી કર પ્રણાલીમાં તબદીલ થવાના પરિણામે રૂ.455 કરોડનો રાઈટ ઓફ હોવા છતાં વાર્ષિક ધોરણે 50%ની છલાંગ સાથે 8,104 કરોડનો રેકોર્ડ PAT
વર્ષની શરૂઆતમાં આપવામાં આવેલા રૂ.5,000 કરોડના પ્રારંભિક માર્ગદર્શનને વટાવી રૂ. 5,584 કરોડની લોનની પૂર્વ-ચુકવણી/પુન: ચૂકવણી કરી
રૂ. 7,416 કરોડનો મૂડીખર્ચ હોવા છતાં EBITDA પરનું ચોખ્ખું દેવું નાણા વર્ષ-23 માં 3.1x થી 2.3x સુધી સુધર્યું
નાણા વર્ષ 24 માટે APSEZ બોર્ડે અમારી મૂડી ફાળવણી નીતિને અનુરૂપ પ્રતિ શેર 6 રૂપિયા ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપની માટે આ આશરે રૂ.1,300 કરોડની ચૂકવણી સૂચવે છે.
APSEZ ને CARE રેટિંગ્સ ‘AAA’ (ભારતમાં સૌથી વધુ સંભવિત ક્રેડિટ રેટિંગ) આપવામાં આવ્યું છે, AAA રેટિંગ મેળવનાર અમારી કંપની પ્રથમ ખાનગી કોર્પોરેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર છે
વર્ષ દરમિયાન S&P અને ICRA કંપનીના આઉટલુકને ‘નેગેટિવ’થી ‘સ્થિર’માં અપગ્રેડ કર્યું છે
વ્યવસાયના કામકાજની ઝલક:
ગોપાલપુર અને કરાઈકલ બંદરોના સંપાદન સાથે ભારતના પોર્ટફોલિયોમાં બંદરોની કુલ સંખ્યા વધીને 15 થઈ છે.
એન્નોર કન્ટેનર ટર્મિનલ માટે સંયુક્ત સાહસ રચીને MSC સાથે વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે
કોલંબો ટર્મિનલને DFC તરફથી USD 553 મિલિયનના ધિરાણની પ્રતિબદ્ધતા પ્રાપ્ત થઈ
શ્રીલંકા, મેક્સિકો અને ઓમાનમાં અમારા મરીન સર્વિસ બિઝનેસ સેગમેન્ટએ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવા સાથે હવે ટગની કુલ સંખ્યા 111 થઈ.
વર્ષ દરમિયાન ALL એ 34 રેક ઉમેરતા કુલ સંખ્યા વધીને 127 રેક થઈ
3 MMLP (વિરોચનનગર, લોની, વલવાડા) ના ઉમેરા સાથે લોજિસ્ટિક્સ પાર્કની કુલ સંખ્યા 12 પર પહોંચી.
2 એગ્રી સાયલો (સમસ્તીપુર અને દરભંગા) ના ઉમેરા સાથે કુલ એગ્રી સાયલોની ક્ષમતા વધીને 1.2 MMT થઈ
મુંબઈ અને ઈન્દોરમાં વેરહાઉસની શરૂઆત સાથે, કુલ વેરહાઉસિંગ ક્ષમતા હવે 2.4 મિલિયન ચો.ફુટ.
વર્ષ દરમિયાન બંદરો/ICDs/ગ્રાહક પરિસરમાંથી ગ્રાહકોને અંતરીયાળ વિસ્તાર સુધી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 900 ટ્રકો સાથે ટ્રકિંગ બિઝનેસ સેગમેન્ટ શરૂ કર્યું
નાણા વર્ષ-2025 માટે દીશાનિર્દેશ:
સમયગાળા દરમિયાન કાર્ગો વોલ્યુમ 460-480 MMT
આ સમયગાળા માટે આવક રૂ.29,000-31,000 કરોડ રહેશે
સમયગાળા માટે EBIDTA રૂ. 17,000-18,000 કરોડ
EBITDA અને ચોખ્ખું દેવું 2.2-2.5x હશે
આ સમયગાળા માટે કેપેક્સ રૂ.10,500-11,500 કરોડની રેન્જમાં હશે
ESG લક્ષ્યો અને પ્રદર્શન
S&P પરિવહન અને પરિવહન આંતરમાળખા ક્ષેત્રની ૩૩૪ કંપનીઓમાં અદાણી પોોર્ટઅને સેઝને ટોચની 96 પર્સન્ટાઇલ રેન્ક આપી છે.
ESG પર રેટ કરાયેલી 15,000 કંપનીઓના ટોચના 6 પર્સેન્ટાઈલમાં સસ્ટેનેલિટિક્સે APSEZને સ્થાન આપ્યું
APSEZ એ CDP ક્લાઈમેટ ચેન્જના લીડરશિપ બેન્ડમાં પ્રવેશ કર્યો
TCFDએ દરિયાઈ બંદરોના સબ ઈન્ડસ્ટ્રી ડિસ્ક્લોઝર્સમાં APSEZને પ્રથમ સ્થાન આપ્યું
APSEZ એ મૂડીઝ દ્વારા ESG એસેસમેન્ટ પર વૈશ્વિક સ્તરે ઊભરતાં બજારોમાં પ્રથમ રેન્કિંગ મેળવ્યું છે. ઉપરાંત મૂડીમાં ‘એડવાન્સ્ડ’ સ્ટેટસ મેળવ્યું છે
APSEZ 2040 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નાણા વર્ષ-24 દરમિયાન કંપનીએ 1,000 મેગાવોટ નવી નવીનીકરણીય ક્ષમતા ઉમેરવાની જાહેરાત કરી છે