શિક્ષા

યાદોનું ભાથું બાંધી હાઈસ્કૂલ તરફ પ્રયાણ: ઉતરાજ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

યાદોનું ભાથું બાંધી હાઈસ્કૂલ તરફ પ્રયાણ: ઉતરાજ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

ઉતરાજ પ્રાથમિક શાળાના ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને ભાવુક વાતાવરણમાં યોજાયો હતો.   શિનોર તાલુકાના ઉતરાજ ગામની પ્રાથમિક શાળામાં વર્ષો સુધી શિક્ષણ અને સંસ્કાર મેળવ્યા, તે શાળાના આંગણેથી આજે તારીખ 23 એપ્રિલ 2026 ને ગુરુવારના રોજ વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલના નવા સોપાન સર કરવા માટે વિદાય લીધી હતી.આ પ્રસંગે શાળાના શિક્ષક ભરતભાઈ બી. પાટણવાડિયા તરફથી તમામ વિદ્યાર્થીઓ માટે સ્નેહભોજનમાં વેજ-પુલાવ અને છાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભોજનના આસ્વાદ સાથે બાળકોએ ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વધુમાં, શાળા પરિવાર તરફથી બાળકોને આગળના અભ્યાસમાં ઉપયોગી થાય તે હેતુથી પેડ અને કંપાસ બોક્સની શૈક્ષણિક ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે જીવનમાં શિસ્ત અને પ્રમાણિકતા ખૂબ જરૂરી છે. તેમણે બાળકોને કારકિર્દીના આગામી વળાંકો પર સફળતા મેળવવા માટે અમૂલ્ય માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા આઠ વર્ષની મધુર યાદો તાજી કરી હતી.અંતમાં, યાદગાર પળોને કેદ કરવા માટે ખાસ ફોટો સેશન રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button