વર્લ્ડ પ્રીમિયરમાં દેખાઈ નવી નિસાન TEKTONની ઝલક: સૌથી અલગ ઓળખ સાથે આવી રહી છે નવી એસયુવી

વર્લ્ડ પ્રીમિયરમાં દેખાઈ નવી નિસાન TEKTONની ઝલક: સૌથી અલગ ઓળખ સાથે આવી રહી છે નવી એસયુવી
મુંબઈ : નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (NMIPL) એ આજે ભારતમાં યોજાયેલા વર્લ્ડ પ્રીમિયર દરમિયાન નવી નિસાન TEKTON લોન્ચ કરી. આ લોન્ચ કંપનીના પ્રોડક્ટ વિસ્તરણ અભિયાન (Product Offensive)નું એક મહત્વપૂર્ણ સોપાન છે. પ્રીમિયમ સી-એસયુવી સેગમેન્ટની આ પહેલી એવી એસયુવી છે, જેમાં તમામ વેરિઅન્ટમાં 100 ટકા ટર્બોચાર્જ્ડ એન્જિન લાઇન-અપ આપવામાં આવ્યું છે. ઉપરાંત તેમાં સેગમેન્ટના અનેક શ્રેષ્ઠ ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં 280 Nmનું ટર્બો પરફોર્મન્સ, Google Built-in કનેક્ટિવિટી અને 700 લિટરનો ક્લાસ-લીડિંગ બૂટ સ્પેસ સામેલ છે.
TEKTON સાથે નિસાન ભારતીય બજારના સૌથી સ્પર્ધાત્મક અને ઝડપથી વિકસતા એસયુવી સેગમેન્ટમાં પોતાના એસયુવી DNAને નવા સ્વરૂપમાં રજૂ કરી રહી છે. ચેન્નાઈ સ્થિત પ્લાન્ટમાં ઉત્પાદિત આ એસયુવી કંપનીની “One Car, One World” ફિલોસોફી હેઠળ વિકસાવવામાં આવી છે. તેને ભારતના ગ્રાહકો ઉપરાંત વિશ્વના અનેક અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે, જે નિસાનની વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્ટ સ્ટ્રેટેજીમાં ભારતની વધતી ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
વર્લ્ડ પ્રીમિયર દરમિયાન નિસાનના ચીફ પરફોર્મન્સ ઓફિસર ગુઈલોમ કાર્ટિયરે જણાવ્યું હતું કે, “અમે ભારતમાં નિસાનને વધુ મજબૂત અને સ્પર્ધાત્મક બનાવવા માટે સતત કાર્ય કરી રહ્યા છીએ. અમે અમારા એસયુવી પોર્ટફોલિયોને મજબૂત બનાવી રહ્યા છીએ અને બજારમાં અમારી હાજરી વધુ વિસ્તારી રહ્યા છીએ. નવી નિસાન TEKTONનું વર્લ્ડ પ્રીમિયર અમારી તે પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેમાં વૈશ્વિક પ્રોડક્ટની શક્તિને સ્થાનિક ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ રજૂ કરવામાં આવી રહી છે. TEKTON એ તેનું ઉત્તમ ઉદાહરણ છે કે નિસાન કેવી રીતે અર્થપૂર્ણ પરિવર્તન સાથે ભવિષ્ય માટે તૈયાર અને વધુ સ્પર્ધાત્મક પ્રોડક્ટ્સ તરફ આગળ વધી રહી છે.”
નિસાનના AMIEO ક્ષેત્રના ચેરપર્સન મૈસીમિલાનો મેસિનાએ જણાવ્યું હતું કે, “ભારત આજે વિવિધ બજારો અને વિસ્તારોમાં નિસાનની વિકાસયાત્રાને નવી ગતિ આપી રહ્યું છે. TEKTON અમારી ‘One Car, One World’ ફિલોસોફીનું મજબૂત ઉદાહરણ છે. આ એક વૈશ્વિક પ્રોડક્ટ છે, જેનું એન્જિનિયરિંગ ભારતમાં કરવામાં આવ્યું છે, ભારતીય ગ્રાહકો માટે તેનું ઉત્પાદન અહીં કરવામાં આવ્યું છે અને તેને અનેક નિકાસ બજારો માટે પણ વિકસાવવામાં આવી છે. આથી નિસાન માટે ભારત ગ્રોથ એન્જિન અને એસયુવી ઉત્પાદન હબ તરીકે વધુ મજબૂત બન્યું છે.”
નવી TEKTON માત્ર નવી સી-એસયુવી નથી, પરંતુ ભારતમાં નિસાનની નવી શરૂઆતનું પણ પ્રતીક છે. તેને એવા હેતુ સાથે તૈયાર કરવામાં આવી છે કે બ્રાન્ડ પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ અને સ્વીકાર વધે, નિસાનની એસયુવી ઓળખ વધુ મજબૂત બને અને ગ્રાહકોને વધુ પ્રીમિયમ, ફીચર-સમૃદ્ધ તથા આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ અનુભવ મળે.
નિસાન અને ઇન્ફિનિટીના DVP-પ્રેસિડેન્ટ (મિડલ ઈસ્ટ, KSA, ઈન્ડિયા અને CIS) થિયરી સબાગે જણાવ્યું હતું કે, “TEKTON અમારી ક્ષમતાનું મજબૂત ઉદાહરણ છે. તેના માધ્યમથી વૈશ્વિક એસયુવી શ્રેષ્ઠતાને ભારતમાં લાવવામાં આવી છે. નવી ગ્રેવાઇટના લોન્ચ બાદ હવે નવી નિસાન TEKTONનું વર્લ્ડ પ્રીમિયર ભારતમાં અમારી પુનરાગમન વ્યૂહરચનાને વધુ ગતિ આપશે અને અમારા એસયુવી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. બોલ્ડ ડિઝાઇન, પ્રીમિયમ ફીચર્સ, આધુનિક ટેક્નોલોજી અને શક્તિશાળી એસયુવી કેરેક્ટર સાથે TEKTON આજના ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.”
નવી નિસાન TEKTONના વર્લ્ડ પ્રીમિયર સાથે નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ભારતીય બજારમાં પોતાની ફ્લેગશિપ સી-એસયુવી રજૂ કરી છે. Patrolથી પ્રેરિત ડિઝાઇન, જાપાની કારીગરી, 200થી વધુ એપ્સ સાથે Google Built-in કનેક્ટિવિટી, અદ્યતન સુરક્ષા ટેક્નોલોજી, શક્તિશાળી ટર્બોચાર્જ્ડ પરફોર્મન્સ અને ભારતમાં વિકસિત તથા નિર્મિત વૈશ્વિક ગુણવત્તાનો સમન્વય TEKTONને તેના સેગમેન્ટમાં અનોખી ઓળખ આપે છે. C-એસયુવી સેગમેન્ટમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવા અને ભારતમાં નિસાનની નવી વિકાસયાત્રાને વધુ વેગ આપવા માટે TEKTONને તૈયાર કરવામાં આવી છે.
બુકિંગ શરૂ : નવી નિસાન TEKTONનું બુકિંગ હવે ભારતમાં નિસાનની તમામ અધિકૃત ડીલરશિપ તેમજ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર શરૂ થઈ ગયું છે.



