કૃભકોના દક્ષિણ ઝોનના ડેલિગેશનની ૨૫ બેઠકોમાં ઓલપાડના બે સહકારી ધુરંધરો બિનહરીફ

કૃભકોના દક્ષિણ ઝોનના ડેલિગેશનની ૨૫ બેઠકોમાં ઓલપાડના બે સહકારી ધુરંધરો બિનહરીફ
ઓલપાડ-ચોર્યાસી તાલુકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જયેશ પટેલ તથા દાળિયા મંડળીમાંથી બળવંત પટેલ ફરી બિનહરીફ ચૂંટાયા
ભારત દેશમાં રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ક્રિભકોનાં દક્ષિણ ઝોનની ૨૫ ડેલિગેશનની
બેઠકોમાં ઓલપાડ તાલુકાના બે સહકારી ધુરંધરો ફરી બિનહરીફ ચૂંટાયા છે.જેના પગલે તાલુકાના ગૌરવમાં વધારો થતા સહકારી આલમના અગ્રણીઓએ આનંદની લહેર સાથે બંન્ને ડેલિગેશનો ઉપર અભિનંદન વર્ષા પાઠવી છે.
હજીરા સ્થિત ઘી કૃષક ભારતી ફર્ટીલાઈઝર લી. કંપની(ક્રિભકો)સહકારી ધોરણે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી સંસ્થા છે.ક્રિભકો સંસ્થા સાથે સમગ્ર દેશની આઠ હજારથી વધુ સહકારી મંડળીઓ જોડાયેલ હોવાથી આ સંસ્થા દેશના કરોડો ખેડૂતો સુધી સહકારી ધોરણે રાસાયણિક ખાતર પુરૂ પાડી વાર્ષિક રૂપિયા ૧૦ હજારથી વધુ કરોડનું ટર્નઓવર કરતી કંપની છે.આ સંસ્થામાં દક્ષિણ ઝોનની ૧૦૫ જેટલી સહકારી મંડળીઓ રજીસ્ટર્ડ થયેલ હોવાથી ૨૫ ડેલિગેશનોની બેઠકો છે.ગત
તા.૨૯ મી ઓક્ટોબરનાં રોજ ક્રિભકો હજીરા ખાતે દક્ષિણ ઝોનના ડેલિગેટ્સની ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ તથા ગુજરાત સરકારના રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની કુનેહથી ચૂંટણી ટળતા ૨૪ બેઠકોમાં જિલ્લાના ભીખા ઝવેર પટેલ,સુ.જિ.ખરીદ- વેચાણ સંઘના પ્રમુખ રમણ અંબેલાલ પટેલ સહિત ટોચ ના ૨૪ સહકારી નેતાઓ બિનહરીફ ચૂંટાયા હતાં. જયારે વલસાડના ઉમેદવાર પંકજ પટેલના ટેકેદારની સહી ખોટી હોવાથી તેનું રદ કરાયું હતું.
જયારે આ ચૂંટણીમાં ઓલપાડ તાલુકાના દેલાડ ગામના ખેડૂત અને સહકારી નેતા તથા સુમુલ ડિરેક્ટર જયેશભાઈ એન.પટેલે શ્રી ઓલપાડ-ચોર્યાસી તાલુકા ખરીદ-વેચાણ સંઘમાંથી તેમજ પારડીઝાંખરી દુધ મંડળી,ઓલપાડ કોલેજના પ્રમુખ બળવંત આર.પટેલે જહાંગીરપુરા સ્થિત ઘી દાળિયા મંડળીમાંથી પ્રતિનિધિત્વ કરતાં આ બંન્ને સહકારી ધુરંધરો પણ ફરી ડેલિગેટ્સ તરીકે બિનહરીફ ચૂંટાતા સહકારી શુભેચ્છકો અભિનંદન વર્ષા પાઠવી રહ્યા છે.