જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કુકમા ખાતે આશા બહેનો માટે બેઠક યોજાઇ

ભુજ, મંગળવાર જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.આર.ફૂલમાળીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કચ્છ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્તન પરિવર્તનની આશા બહેનો માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું . જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા મધ્યે આશા ફેસિલેટર અને આશા બહેનોની SBCC ટીમ ભુજ દ્વારા મિટીંગ યોજવામાં આવી હતી.
શરૂઆતમાં સુપરવાઈઝર ધારશીભાઇ ભાનુસાલીએ પરિચય અને મિટિંગની વિશેની જાણકારી આપી હતી. જિલ્લામાંથી આવેલા DIECOશ્રી વી. ડી. ઠક્કરે બાળકના જન્મ પછી એક કલાકમાં માતાના ધાવણના ફાયદા અને મેલેરિયા, PMJAY વિશે વિગતવાર માહિતગાર કર્યા હતા.
DSBCCશ્રી ઇસ્માઇલ સમાએ સામાજીક વર્તન પરિવર્તન SBCC વિશે વિગતવાર ચર્ચા કરી હતી . સાથે વાર્તાઓ અને સત્ય ઘટનાઓ ટીવીમાં બતાવીને ક્રોધના કેવા પરિણામ આવી શકે એ સમજ આપી હતી. FHS હેતલબેન દ્વારા રસીકરણ વિશે, ઓરીના લક્ષણો તેમજ વિટામીન- એ પીવડાવવા માટે સમજણ આપી હતી. અર્લી સગર્ભા નોંધણી, જોખમી માતાની મુલાકાત, HBNC વિઝીટ રેગ્યુલર લેવા માટે સમજ આપી હતી.
મિટિંગમાં કુકમા PHC ના મેડિકલ ઓફિસરશ્રી ડૉ.પ્રિન્સ ફેફર, PHCના RBSK ટીમના સભ્યો તેમજ આયુષ ડૉ.ધારાબેન, MPHS, FHS,FHW, આશા બહેનો, LT બેન તમામને SBCCના સભ્યોએ જરૂરી માર્ગદર્શન તેમજ સમજ આપી હતી. આરોગ્ય શિક્ષણ ઓફિસર IEC યુટ્યુબ ચેનલ વિશે સૌને અવગત કરાવ્યા હતા.