Uncategorized

SRK દ્વારા ઇન્ડિયન સાયન્ટિસ સોનમ વાંગચુક (લદાખ) ને અર્પણ કરવામાં આવેલ “સંતોક્બા માનવરત્ન એવોર્ડ’’

સુરત: SRK અને SRKKF ના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિના યાદગાર દિવસ સોમવાર, 10મી એપ્રિલ 2023 ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ના SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા ભારતીય એન્જીનિયર, સંશોધક, સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ સુધારક તથા સ્ટુડન્ટ્સ એજ્યૂકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ (SECMOL) ઓફ લદાખના સ્થાપક-નિર્દેશક સોનમ વાંગચુકને પ્રતિષ્ઠિત સંતોકબા માનવરત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

આ ઍવોર્ડ સેરેમોની લદાખ ખાતે હોટેલ ઝેન લદાખમાં યોજવામાં આવી હતી જ્યાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ SRKના એંટ્રપ્રિનિયોર શ્રી રાહુલભાઈ ધોળકિયાની સાથે સાથે ચીફ ગેસ્ટ તરીકે પધારેલ લદાખની ફર્સ્ટ લેડી શ્રીમતી નીલમ મિશ્રા (લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પત્ની) ના હસ્તે શ્રી વાંગચુકને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઍવોર્ડ સેરેમોનીમાં ગેસ્ટ ઓફ ઓનર હર એક્સિલન્સી શ્રીમતી રાની સરલા ચેવાંગ; શ્રી સોનમ વાંગચુકના ધર્મપત્ની તથા હિમાલયન ઇન્સ્ટીટ્યુટ ઓફ અલ્ટરનેટિવ્સ (HIAL)ના કો-ફાઉન્ડર એન્ડ ડાઇરેક્ટર શ્રી ગીતાંજલી જે અનગમો; અને એડવોકેટ શ્રીમતી થિનલેસ એંગમો (સોનમજીની મોટી બહેન) જેવા વિવિધ મહાનુભાવોએ હાજરી આપી હતી. ઉપરાંત સોનમ વાંગચુકના વિધ્યાર્થીઓ અને ભુતપૂર્વ વિધ્યાર્થીઓ ઉપરાંત તેમના ફેમિલી મેમ્બર્સ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન શ્રી સોનમ વાંગચુકે જણાવ્યુ હતું કે, “આ માનવતાવાદી એવોર્ડ માતાના નામે શરૂ થયો છે એ જાણીને આનંદ સહ ગૌરવની લાગણીની અનુભૂતિ થાય છે. આ ઍવોર્ડ સેરેમની માતાઓને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ છે અને તેથી જ હું મારા જીવનની સૌથી અગત્યની મહિલાઓ મારી મોટી બહેન અને મારી પત્ની ગીતાંજલી જેને કારણે મે અહિયાં સુધીની સફળતા પ્રાપ્ત કરી છે તેમને સાથે લઈને આવ્યો છું. મને આ એવોર્ડની જે રકમ મળી છે તેને અમે લદાખની વિધ્યાર્થીનીઓ અને ત્યાંના લોકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જીવન જીવવાની વિવિધ તકો સુનિશ્ચિત કરવા માટે એક પાયાનું કામ કરશે.”

શ્રી ગોવિંદકાકાની સ્વર્ગસ્થ માતા સંતોક્બાના ની:સ્વાર્થ કાર્યો અને માનવતાવાદી મૂલ્યોથી પ્રેરિત થઈ SRKKFને વિવિધ ક્ષેત્રોમાં માનવતાવાદી કાર્યો કરવાની પ્રેરણા મળી છે અને તેમની યાદમાં જ વર્ષ 2006માં સંતોક્બા માનવ રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી ગોવિંદકાકા હમેશાં “સમાજમાં કઇંક પાછું આપવાના” વિચાર વિઝનમાં માને છે અને SRKKFના નેજા હેઠળ
સામાજીક વિકાસ તથા શૈક્ષણિક, આરોગ્ય પર્યાવરણ તથા કૃષિ ક્ષેત્રે વિવિધ કાર્યો કરી રહ્યા છે આ ઉપરાંત ગોવિંદકાકા 30થી વધુ શૈક્ષણિક, આરોગ્યલક્ષિ અને સામાજિક સેવાના ટ્રસ્ટો સાથે પણ સંકળાયેલા છે.

આ એવોર્ડની ટ્રોફી પણ સખત પરિશ્રમ, હકારાત્મકતા, સંભાળ, પ્રેમ, પ્રસંશા, બધાને એકસાથે લઈને વિકાસ કરવા જેવા સંતોક્બાના આદર્શોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સંતોકબાની પુણ્યતિથીના દિવસે શ્રદ્ધાંજલી આપવા આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોકબા માનવરત્ન એવાર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ ઉપર માનવીય નીતી મૂલ્યોને સાચવીને પ્રેમ કરુણા અને વાત્સલ્યની વિચારધારાઓ ફેલાવવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરવાનો છે. અત્યાર સુધી, આ પ્રતિષ્ઠિત એવોર્ડ 13 દિગ્ગજોને એનાયત કરવામાં આવી ચૂક્યો છે. જેમાં, ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ, ફિલાન્થ્રોપિસ્ટ અને ટાટા સન્સના ભુતપૂર્વ ચેરમેન એવા શ્રી રતન ટાટાજી, સામાજિક સુધારક અને બાળકોના હક માટે કાર્યરત શ્રી કૈલાશ સત્યાર્થી, હીસ હોલીનેસ ધ 14 દલાઈ લામા, સ્પેસ સાયંટિસ્ટ અને ISROના ભુતપૂર્વ ચેરમેન શ્રી કિરણ કુમાર, ફિલાન્થ્રોપિસ્ટ અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સુધા મુર્થીનો સમાવેશ થાય છે.

સોનમ વાંગચુકજી એ પાણીની અછત વાળા પ્રદેશોમાં આર્ટિફિશિયલ ગ્લેશિયર્સ બનાવીને આઈસ સ્તુપા જેવા એક મોટા પ્રોજેકટ ઉપર કામ કર્યું છે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પ્રસંશા થઈ છે સાથે સાથે આવી બીજી ઘણી પર્યાવરણ સમસ્યાઓના નિરાકરણ માટે તેઓ સર્જનાત્મક કુશળતા અને ધગશ સાથે કામ કરે છે. આ માટે ભારત સરકાર દ્વારા તેમની સંસ્થા SECMOL ને શિક્ષણના નવા રૂપ તરીકે નામના મળી છે. લદાખ માટે તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યોથી ઘણા લોકોના જીવન સરળ બન્યા છે અને એટલે જ તેઓ દુનિયામાં પરિવર્તન લાવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. શ્રી વાંગચુકે SRKની 2024 સુધીમાં નેટ ઝીરો બનવાની નિષ્ઠાપૂર્વકની પ્રતિબદ્ધતા પર પણ આનંદ વ્યક્ત કર્યો, જે ભારતના 2030ના લક્ષ્યો અથવા કોઈપણ ભારતીય MNCના લક્ષ્યો કરતાં 6 વર્ષ વહેલું છે.

આ પ્રોગ્રામનું સમાપન કરતાં શ્રી ગીતાંજલી કહે છે કે, ગુજરાત જે ભારતની એંટ્રપ્રિનિયોરની રાજધાની છે અને લદાખ પણ તમામ પડકારજનક પરિસ્થિતિઓમાં સાહસિકતાથી સામનો કરે છે અને અહીંના લોકો જે રીતે સંવાદિતા જાળવી રાખે છે તે માટે હું હ્રદયપૂર્વક આભારી છું.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button