માંગરોળ તાલુકાના દેગડીયા ગામના ખેડુત ભુપેન્દ્રભાઇ ગામીત માટે મીની ટ્રેક્ટર લોન સહાય યોજના બની આશીર્વાદરૂપ
રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા મળતી લોન સહાય થકી મીની ટ્રેક્ટર લેવાનું સ્વપ્નું પુર્ણ થયુઃ
મીની ટ્રેક્ટરની ખરીદી કરતાં ખેતી સંબંધિત મુશ્કેલીઓનો પણ અંત આવ્યોઃ
લાભાર્થી ભુપેન્દ્રભાઇ ગામીત
સુરતઃ સોમવારઃ ખેડુતો સમૃદ્ધ અને સુખી બની કૃષિક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજના અમલી બનાવી છે. નાણાકીય સહાય ઉપરાંત કૃષિમાં નવા સંશોધનો અને તકનીકનો ઉપયોગ કરી ઉત્પાદન વધારવા માટે વિવિધ નવીન કૃષિ પદ્ધતિઓ અને સુધારાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે પણ સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેના પરિણામે અનેક ખેડૂતો ઉત્પાદન વધારી પોતાની આવકમાં વૃદ્ધિ કરી રહ્યા છે.રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ થકી ખેડુતોને ખેતી સંબંધિત મુશ્કેલીઓનો પણ અંત આવ્યો છે,અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવ્યા છે.એવા જ એક સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડીયા ગામના આદિવાસી ખેડુત ભુપેન્દ્રભાઇ કુંવરજીભાઇ ગામીતે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા મળતી રૂ.૨.૬૦ લાખની મીની ટ્રેક્ટર લોન સહાય મેળવી હતી.જેમાં તેમને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૫ હજારની સબસિડી પણ મળી હતી.
મીની ટ્રેક્ટરના લાભાર્થી ભુપેન્દ્રભાઇ ગામીતે જણાવ્યું કે, છેલ્લા ૪૦ વર્ષથી ખેતી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યો છું, ગામથી થોડે દુર અને ખેતી પર જ આત્મનિર્ભર હોવાને કારણે નાની મોટી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. મુખ્ય વ્યવસાય ખેતી હોવાને કારણે ખેતી કામમાં મજૂરી વધારે રહેતી હતી.પરિવાર આખો દિવસ ખેતીકામમાં જોતરાયેલો રહેતો હતો. વાવણી, બિયારણ-ખાતર લેવા માટે તેમજ તૈયાર પાકના વેચાણને સંબંધિત અનેક તકલીફો પણ રહેતી હતી.ખેતી મોટા પ્રમાણ અને આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ખેતીમાં ઉપયોગી ટ્રેક્ટરની ખરીદી કરવું એક સ્વપ્ન સમાન હતું.પરંતુ ગામના અન્ય ખેડુતો દ્વારા રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા મળતી મીની ટ્રેક્ટર લોન સહાય વિશેની માહિતી પ્રાપ્ત થઇ હતી.જેનાથી મીની ટ્રેક્ટર લોન સહાય યોજનાનું ફોર્મ ભર્યું હતું. આ યોજના થકી રૂ.૨.૬૦ લાખની લોન પ્રાપ્ત થઇ, જેમાં ટ્રેક્ટરની ખરીદી કરતાં રૂ.૪૫ હજારની સબસિડી મળી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા મળતી લોન સહાય થકી મીની ટ્રેક્ટર લેવાનું સ્વપ્નું પુર્ણ થયું છે,જેથી રાજ્ય સરકારનો દિલથી આભાર વ્યક્ત કરું છું, જીવનભર અમારો પરિવાર એમનો ઋણી રહશે.