બાણજ નર્મદા કેનાલ પાસેથી તાજુ જન્મેલ બાળક મળી આવ્યુ
બાણજ નર્મદા કેનાલ પાસેથી તાજુ જન્મેલ બાળક મળી આવ્યુ
કોઈક મહિલા પાપ છૂપાવવા બાળકને ત્યજી ગઈ
108ની ટીમ દ્વારા સમય સરપહોંચી સારવાર અપાઈ
આજરોજ તારીખ 31 જુલાઈ 2024 ના રોજ મોટા ફોફળિયા મુકામે સવારના 11:00 વાગે 108 એમ્બ્યુલન્સ ઉપર મેસેજ આવ્યો હતો કે ટીંબરવા થી બાણજ નર્મદા કેનાલ ઉપર કોઈ અજાણી વ્યક્તિએ તાજુ જન્મેલ બાળક તરછોડી દીધેલ છે, તેથી આ બાળક ને લેવા આવો, તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ના પાયલોટ મહેન્દ્રસિંહ ડોડિયા અને ઇ.એમ.ટી. સૌરભભાઈ વણકર ગણતરીની મિનિટમાં સ્થળ પર પહોંચી ગયા હતા અને તાજા જ જન્મેલા બાળકને જરૂરી સારવાર અને કેર કરતાં કરતાં મોટા ફોફળિયા શ્રી સી.એ.પટેલ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાત તબીબ ડોક્ટર નીરવ પટેલની નિગરાણીમાં સોંપેલ છે.
સામુહિક આરોગ્ય કેન્દ્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે બાળકનું વજન 2 કિલો 300 ગ્રામ છે અને તે તંદુરસ્ત છે. અને પુરા મહિને કદાચ આ કેનાલ ઉપર જ ડીલીવરી કરાયેલ છે, નાળ પણ કાપેલ નથી, અને બાળકને ત્યજી દેવામાં આવેલ છે. કારણ કે સ્થળ પર પ્રેસેન્ટાના ચિન્હો દેખાય આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ ના પાયલોટ તથા ઈ.એમ.ટી. ની સમય સૂચકતાથી આ બાળકને સમયસર મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવાથી બાળકની જિંદગી બચી ગયેલ છે, બે દિવસની સંપૂર્ણ સારવાર બાદ , કોઈ મળે નહીં તો ,વડોદરા શિશુ કેન્દ્રમાં સોંપવામાં આવશે .સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શિનોર પોલીસને આ બાબતની કાયદેસર જાણ કરવામાં આવેલ છે, પરંતુ શિનોર પોલીસ માટે આ કેસ નોંધવો કે કેમ તે સ્થળ બાબતે નક્કી નથી ,કારણકે ટીંબરવા શિનોર તાલુકામાં આવેલ છે, બાણજ ડભોઇ તાલુકામાં આવેલ છે, અને વેમાર કરજણ તાલુકામાં આવેલ છે આ ત્રણ ગામોના ત્રિભેટા ઉપર કેનાલ પાસેથી મળેલ છે. જેથી આ આ કેસ કયાં નોંધાય છે, તે પણ જાણવું જરૂરી બનશે.