ગુજરાત
રાંદેર પોલીસ દ્વારા મકરસંક્રાતી પર્વે માર્ગ સલામતી અને ડિજિટલ સુરક્ષા બાબતે જાગૃતિ લાવવા વિશેષ ઝુંબેશ

રાંદેર પોલીસ દ્વારા મકરસંક્રાતી પર્વે માર્ગ સલામતી અને ડિજિટલ સુરક્ષા બાબતે જાગૃતિ લાવવા વિશેષ ઝુંબેશ
વાહનચાલકોને ગળે પટ્ટે બાંધી ડિજિટલ સુરક્ષાનો સંદેશ આપતા પતંગોનું વિતરણ કરાયું
સુરત ઃ રાંદેર પોલીસ દ્વારા મકરસંક્રાતીના પર્વ નિમિત્તે માર્ગ સલામતી અને ડિજિટલ સુરક્ષા બાબતે જાગૃતિ લાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ મથકના જવાનો અને કર્મચારી બહેનો દ્વારા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ગળે સેફટી પટ્ટી બાંધી હતી. આ સાથે જ તેમને પતંગોનું વિતરણ કર્યું હતુ. આ પતંગોમાં પોલીસ દ્વારા ડિજિટલ સુરક્ષાનો સંદેશો પાઠવાયો હતો. ઝુંબેશમાં તમામ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રાંદેર પોલીસ દ્વારા થયેલી આ પ્રવૃત્તિને શહેરીજનોએ બિરદાવી રહ્યા છે.