સ્થાનિકને નોકરી અને દરેકને સન્માનજનક જીવન: ગૌતમ અદાણીએ ગ્રુપના વિકાસને આપ્યો માનવીય સ્પર્શ

સ્થાનિકને નોકરી અને દરેકને સન્માનજનક જીવન: ગૌતમ અદાણીએ ગ્રુપના વિકાસને આપ્યો માનવીય સ્પર્શ
મુન્દ્રામાં કેન્દ્રીય ક્લાઉડ કિચન મારફત દરરોજ એક લાખ લોકોને પૌષ્ટિક ભોજન પીરસાશે:
ખાવડામાં ૫૦,૦૦૦ કામદારો માટે અદાણી એર-કન્ડિશન્ડ રહેઠાણનું નિર્માણ કરશે
અમદાવાદ, ૧લી મે ૨૦૨૬: અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આજે કામદાર કલ્યાણ, સ્થાનિક રોજગાર અને ઉદ્યોગસાહસિકતા પર કેન્દ્રિત વૃદ્ધિદાયક વ્યૂહરચના પ્રસ્તુત કરી હતી. આ વ્યુહરચનાના ભાગરુપે અદાણી ગ્રુપ મજબૂત તરલતા દ્વારા મૂડી ખર્ચને વેગ આપે છે.
આંતરરાષ્ટ્રીય મજૂર દિન પ્રસંગે પર અદાણી સમૂહના કર્મીઓને સંબોધતા શ્રી અદાણીએ જણાવ્યું હતું કે, ૨૪ રાજ્યોમાં ૭૦૦ થી વધુ અસ્ક્યામતોનું સંચાલન અને લગભગ ચાર લાખ કર્મચારીઓ, ભાગીદારો અને કોન્ટ્રાક્ટરોને જોડતા અને તેના કાર્યબળને રાષ્ટ્ર નિર્માણના કેન્દ્રમાં રાખતા અદાણી સમૂહની પ્રગતિને સંપત્તિઓ મારફત સર્જવામાં આવેલી આજીવિકાની તકો અને સમુદાયોને સક્ષમ અને તાકાતવાન બનાવવાના માપદંડથી તોલશે.
શ્રી અદાણીએ કહ્યું હતું કે તમે ફક્ત કર્મચારીઓ નહી, પરંતુ રાષ્ટ્ર નિર્માતા છો. આપણે કોઈ પ્રકલ્પ પૂર્ણ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત કાર્ય પૂરું કરતા નથી, પરંતુ આપણે દેશના ભવિષ્યને કંડારીએ છીએ. તેમણે અદાણી સમૂહનો ઇરાદો સ્પષ્ટ કરતા કહ્યું હતું કે અદાણી સમૂહના પ્રક્લ્પોના સ્થળે સ્થાનિક લોકોની ભરતીને પ્રાથમિકતા અપાશે, પહેલા સ્થળ નજીકના લોકોને, બાદના ક્રમે રાજ્યના ઉમેદવારોને અને જરૂર પડે ત્યાં બહારના ઉમેદવારોને તકો અપાશે.
તેમણે કહ્યું હતું કે અદાણી સમૂહની વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ કામદાર કલ્યાણ છે. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે મોટા આંતર માળખાકીય કામકાજના સ્થળો મુન્દ્રા અને ખાવડામાં ૫૦,૦૦૦ કામદારો માટે અદાણી એર-કન્ડિશન્ડ રહેઠાણનું નિર્માણ કરવા સાથે દૂરના સ્થળોએ જીવનધોરણ સુધારવાના હેતુથી ગુજરાતના મુન્દ્રામાં એક કેન્દ્રીયકૃત ક્લાઉડ કિચન પણ બનાવી રહ્યું છે. આ કિચન દરરોજ ૧૦૦,૦૦૦ લોકોને પૌષ્ટિક ભોજન પીરસશે.
શ્રી અદાણીએ કહ્યું હતું કે આ કોઈ વિશેષાધિકાર નહી પણ એક જરૂરિયાત છે. દરેક કર્મચારીને ગૌરવ સાથે જીવવાનો અને કામ કરવાનો અધિકાર છે.
તેમણે અદાણી સમૂહના ઉદ્યોગોના સંચાલન સંબંધી કામકાજની વ્યૂહરચના વિષે કહ્યું હતું કે મજબૂત તરલતા અને મૂડીની પહોંચ દ્વારા સમર્થિત ત્રણ સ્તંભોમાં પથરાયેલી આ વ્યુહ રચનાના કારણે મૂડીખર્ચની ઝડપી વ્યવસ્થા અને પ્રકલ્પની ઝડપી અમલવારીને સક્ષમ બનાવે છે. તેમણે પ્રકલ્પોના અમલમાં વિલંબની સ્થિતિને નિવારી કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા, જવાબદારીને મજબૂત કરવા માટે ત્રિ-સ્તરીય સંગઠનાત્મક માળખું અમલમાં મૂકવામાં આવી રહ્યું હોવાની જાહેરાત કરતા ગૌતમ અદાણીએ કહ્યું હતું કે સાઇટ-સ્તરના નિર્ણયો દિવસોના બદલે કલાકોમાં લેવાય તે દીશામાં કામ થઇ રહયું છે.
શ્રી અદાણીએ કહ્યું કે જેમ જેમ સંસ્થાઓનો વિસ્તાર થાય છે, તેના કારણે નિર્ણય લેવાની પ્રક્રિયા ઘણીવાર ધીમી અને વધુ સ્તરીય બને છે આ સ્થિતિના ઉકેલ માટે ત્રણ-સ્તરીય મોડેલ માળખાને સરળ તથા મંજૂરીના બહુવિધ સ્તર ઘટાડીને અને સાઇટ કક્ષાએ ઝડપ અને માલિકીમાં સુધાર લાવવાની બાબતોને આવરી લેવા આ મોડેલ રચાયેલ છે.
એક મજબૂત ભાગીદારી મોડેલ અદાણી સમૂહના સંકલન અને અમલીકરણની ગતિ સુધારવા માટે ઓછી સંખ્યામાં મોટા કોન્ટ્રાક્ટરો સાથેનું કામકાજ જોશે, પરિણામે તેઓને મૂડીની ઍક્સેસ, ખાતરીપૂર્વક વળતર અને લાંબા ગાળાના જોડાણ માટે સક્ષમ બનાવશે.
કોન્ટ્રાક્ટરો સાથે કામ કરવા માટે અદાણી સમૂહના વિકસતા અભિગમ અંગે શ્રી અદાણીએ કહ્યું હતું કે શરૂઆતથી અંત સુધી જવાબદારી સંભાળી શકે અને વધુ ઝડપ અને કાર્યક્ષમતા સાથે કામગીરી પૂર્ણ કરી શકે તેવો વિશ્વસનીય ભાગીદારોના પસંદગીના જૂથ સાથે કામ કરવાનો અમારો પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે અમે ફક્ત કરારો પર સહી કરવા ઇચ્છતા નથી, પરંતુ અમે લાંબા ગાળાની ભાગીદારી બનાવવા માંગીએ છીએ.
આ અભિગમ પહેલાથી જ પાયાના સ્તરે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપી રહ્યો છે તેનું ઉદાહરણ આપતા કચ્છના હધુભાઈ રબારીનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે તેમણે પાણીના એક ટેન્કર ચલાવવાથી શરુ કરીને આજે મોટા પ્રકલ્પો માટે જરુરી મોટા ઉપકરણો વસાવવાનું સાહસ કરવા સાથે સ્થાનિક રોજગારીનું સર્જન કરવામાં યોગદાન આપી રહ્યા છે.
શિક્ષણ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા ત્રીજા સ્તંભ અંતર્ગત અદાણી કૌશલ્ય કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં કામદારોને અકુશળ ભૂમિકાઓમાંથી કુશળ અને સુપરવાઇઝરથી ટીમ લીડરના પદ સુધી પ્રગતિ કરશે એવો આશાવાદ વ્યકત કરતા. શ્રી અદાણીએ હજીરા પોર્ટ ઉપર સુબ્બુ નામના કમર્ચારીની પરિશ્રમની સફર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે સુબ્બુએ એક સામાન્ય વર્કર તરીકે શરૂઆત કરી હતી અને આજે તેણે સતત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તરફ આપેલા લક્ષ્યના કારણે સુબ્બુ કોર્પોરેટની ભૂમિકા અદા કરવા સુધી આગળ વધ્યા છે, જે અદાણી સમૂહના આંતરિક કારકિર્દી વિકાસ અને ક્ષમતા નિર્માણ ઉપર કેન્દ્રિત ધ્યાનનો પૂરાવો છે.
મુન્દ્રા બંદર, ખાવડાનો નવીનીકરણીય ઉર્જા પાર્ક, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને ગંગા એક્સપ્રેસવે સહિતના મુખ્ય પ્રકલ્પોને રાષ્ટ્રીય વિકાસ ધારા સાથે જોડતા શ્રી અદાણીએ કહ્યું કે સમૂહની આ તમામ પહેલો ભારતના લોજિસ્ટિક્સ, ઉર્જા અને માળખાગત નેટવર્કની કરોડરજ્જુને મજબૂત બનાવી રહી છે. આ પ્રકલ્પો માત્ર મિલ્કતો નથી. પરંતુ તે રાષ્ટ્રીય પ્રગતિના સાધનો હોવાનું તેમણે કહ્યું હતું
આ પાથ-બ્રેકીંગ પગલાંની નેમ ભારતની લાંબા ગાળાની વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓ સાથે સંરેખિત વધુ ચપળ, સમાવેશી અને અમલ-કેન્દ્રિત સંસ્થાનું નિર્માણ કરવાની છે.



