ગુજરાત
ચૌટાબજારમાં ત્રણ માળના બંધ મકાનમાં લાગેલી ભયાનક આગ
- ચૌટાબજારમાં ત્રણ માળના બંધ મકાનમાં લાગેલી ભયાનક આગ
ચૌટાબજાર જુના સાંઈબાબાનાં મંદિર પાસે આવેલા એક ત્રણ માળના બંધ મકાનમાં આજે સવારે આગ લાગતા પાંચ ફાયર સ્ટેશનોના ફાયર કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હોવાનો બનાવ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયો હતો.
ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર ચૌટાબજાર જુના સ- પંઈબાબાના મંદિર, બાબુભાઈ ભેળવાળાની સામે ત્રણ માળનું મકાન આવેલું છે. આજે સવારે ૧૧-૫૦ કલાકે આ બંધ મકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં મુગલીસરા, ઘાંચી શેરી, નવસારી બજાર, મજુરા અને માન દરવાજા ફાયર સ્ટેશનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ આગને બુઝાવી નાંખી હતી. જોકે, ફાયર બ્રિગેડનું ફાયર એન્જીન, ફાયટર અને ટેન્કરો સાથે નવ સાધનો કામે લાગ્યા હતા. આ બુઝાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે.