અદાણી સોલારની Kiwa PVEL ની PV મોડ્યુલની વિશ્વસનીયતા સતત 7મા વર્ષે ટોચ પર

- અદાણી સોલારની Kiwa PVEL ની PV મોડ્યુલની વિશ્વસનીયતા સતત 7મા વર્ષે ટોચ પર
- કિવા PVEL પ્રોડક્ટ ક્વોલિફિકેશન પ્રોગ્રામ (PQP) સૌર પીવી મોડ્યુલ્સના પરીક્ષણ માટેનો વ્યાપક કાર્યક્રમ છે.
- અદાણી સોલર ભારતમાં સૌથી મોટી ગીગા-સ્કેલ, વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ ઈન્ગોટ, વેફર, સેલ અને મોડ્યુલ ઉત્પાદક છે.
- તે એકમાત્ર ભારતીય ઉત્પાદક છે જેને સતત સાતમા વર્ષે ટોપ પરફોર્મરનું રેટિંગ આપવામાં આવ્યું છે.
અમદાવાદ, 07 જૂન, 2024: અદાણી ગ્રૂપની સોલર ફોટોવોલ્ટેઇક (PV) મેન્યુફેક્ચરિંગ આર્મ અદાણી સોલર Kiwa PVELની PV મોડ્યુલ રિલાયબિલિટી સ્કોરકાર્ડની 10મી આવૃત્તિમાં ટોચના પર્ફોર્મર તરીકે પસંદગી પામી છે. કિવા PVEL ડાઉનસ્ટ્રીમ સોલર ઉદ્યોગને સેવા આપતી અગ્રણી સ્વતંત્ર પ્રયોગશાળા છે. તેનું વાર્ષિક સ્કોરકાર્ડ એવા ઉત્પાદકોને પ્રકાશિત કરે છે કે જેમણે સ્વતંત્ર પરીક્ષણોમાં નોંધપાત્ર પરિણામો દર્શાવતા PV મોડ્યુલ્સનું નિર્માણ કર્યું હોય.
Kiwa PVELનો પ્રોડક્ટ ક્વોલિફિકેશન પ્રોગ્રામ (PQP) સખત પરીક્ષણ પ્રક્રિયાઓ દ્વારા PV મોડ્યુલની વિશ્વસનીયતા અને ગુણવત્તા મૂલ્યાંકનની પરીક્ષણ પદ્ધતિ છે. અદાણી સોલરના PV મોડ્યુલ્સે PQP પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જે ઉદ્યોગની અગ્રણી વિશ્વસનીયતા અને પ્રદર્શન મેટ્રિક્સ દર્શાવે છે. અદાણી સોલર એકમાત્ર ભારતીય ઉત્પાદક છે જેણે સતત સાત વર્ષ સુધી ટોપ પરફોર્મરનો દરજ્જો જાળવી રાખ્યો છે.
અદાણી સોલરના સીઇઓ અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે ફરી એકવાર ટોપ પરફોર્મરનું સ્થાન અને સન્માન પ્રાપ્ત કર્યુ છે. શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને આ માન્યતા વધુ મજબૂત બનાવે છે. અમારા સ્વદેશી સોલર પીવી મોડ્યુલ્સ અદ્યતન ટેક્નોલોજી, પ્રીમિયમ કોમ્પોનન્ટ્સ વિશ્વસનીય અને શ્રેષ્ઠ ડિઝાઇન ધરાવે છે. અમે અમારા હિતધારકોના સમર્થન માટે આભાર માનીએ છીએ. અદાણી સોલર ઉચ્ચતમ ધોરણો અને મજબૂત ગુણવત્તા નિયંત્રણોને જાળવી રાખશે.”
કીવા PVELના સેલ્સ અને માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ ટ્રીસ્ટન એરીકોન-લોરીકોએ જણાવ્યું હતું કે “સતત સાતમા વર્ષે PV મોડ્યુલ રિલાયબિલિટી સ્કોરકાર્ડમાં ટોચના પર્ફોર્મરનું સ્થાન હાંસલ કરવા બદલ અમે અદાણી સોલર ટીમને અભિનંદન પાઠવીએ છીએ. અદાણી સોલર ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે તેવી આશા રાખીએ છીએ.