શિક્ષા
વરસાદી પાણી ભરાવાના કારણે સરથાણાની આદર્શ નિવાસી આશ્રમ શાળાના ૯૫ વિદ્યાર્થીઓ અને ૧૬ સ્ટાફગણ સહિત કુલ ૧૧૧ વ્યકિતઓનું સ્થળાંતર

સુરત:મંગળવાર: સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં લટુરીયા હનુમાન પાસેના બન્ને બાજુના રોડ તથા આદર્શ નિવાસી આશ્રમ શાળાના કેમ્પસમાં પાણી ભરાવાના કારણે તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૩૮ વિદ્યાર્થીઓ અને ૫૭ વિદ્યાર્થિનીઓ તથા ૧૬ સ્ટાફ સહિત કુલ ૧૧૧ વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે