અજાણ્યા વાહનની અડફેટે યુવાન નુ મોત

Surat Palsana News: ગત મોડી રાત્રે પલસાના પાસે નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ના ચાલાકે અડફેટે લેતા પલસાણાના યુવાનનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું આ અંગે મળતી વિગતો મુજબ પલસાના ના બલેશ્વરમાં બિલાલ નગર માં સતુ મારવાડી ની બિલ્ડિંગમાં દિનેશકુમાર ઇન્દ્ર ભાન પ્રજાપતિ ઉંમર વર્ષ 25 રહે છે મૂળ બહેરા ગામ પોસ્ટ મહારાજ પુર થાના સિધી કોટવાલી રાજ્ય મધ્યપ્રદેશ ના વટની છે તેઓ કલાકુતી મિલમાં ઝેડ મશીન ઓપરેટર નું કામ કરે છે ગઈકાલે પલસાના માઘાસ ક્લબ રિસોર્ટ ની સામે તાલુકો પલસાણા જિલ્લો સુરત અમદાવાદ થી મુંબઈ નેશનલ હાઈવે રોડ ઉપર રાત્રિના પોણા બે વાગ્યાના અરસામાં અજાનિયા વાહન ચાલાકે અડફેટમાં લીધા હતા ત્યારે દિનેશભાઈ ના માથાના તથા શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે અજાણીયો વાહન ચાલક પોતાનું વાહન લઇ નાસી ગયો હતો પોલીસે આ બનાવ અંગે ધારા ધોરણ મુજબ નો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે