ઇકાર્ટની પૂરવઠા ચેઇન મુદ્રીકરણના પ્રયાસો દ્વારા છેલ્લા 3 વર્ષમાં 8 ગણી વૃદ્ધિ હાંસિલ કરી

ઇકાર્ટની પૂરવઠા ચેઇન મુદ્રીકરણના પ્રયાસો દ્વારા છેલ્લા 3 વર્ષમાં 8 ગણી વૃદ્ધિ હાંસિલ કરી
ભારતના લોજિસ્ટિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવ્યા
બેંગ્લુરુ- નવેમ્બર 21, 2024: ઇકાર્ટ, ભારતની એક અગ્રણી 4પીએલ પૂરવઠા ચેઇનમાંની એક, કંપની તેની અદ્યતન ટેકનોલોજી અને ઓપરેશનલ શ્રેષ્ઠતા સાથે લોજિસ્ટિક્સ સેક્ટરમાં પરિવર્તન કરવાનું ચાલુ રાખ્યું છે. ઇકાર્ટ એ કામગીરીમાં વધારો કરી તેની પૂરવઠા ચેઇનનું મુદ્રીકરણ કરવાના તેના પ્રયત્નોના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં 8 ગણી વૃદ્ધિ કરી છે, જેનાથી બ્રાન્ડ્સ અને રિટેલર્સને તેમની પૂરવઠા ચેઇનની જરૂરિયાતો માટે ઇકાર્ટની લોજિસ્ટિક્સ ક્ષમતાઓનો ઉપયોગ કરીને ગ્રાહકની માંગને પહોંચી વળવા સશક્તિકરણ કરે છે.
દૈનિક 6 મિલિયનથી પણ વધુ શિપમેન્ટની ક્ષમતા સાથે ઇકાર્ટ એ છેવડા સુધીના નેટવર્કમાં 98 ટકા પોસ્ટલ કોડ સુધી ફેલાવો ધરાવે છે, જે 50 મિલિયનથી પણ વધુના ક્યુબિક ફૂટ વેરહાઉસિંગ તથા 7,000 ટ્રકના કાફલાથી સમર્થિત છે. આ ક્ષમતાઓએ ભારતમાં ઇકોમર્સ બ્રાન્ડ્સ માટે 2 દિવસમાં ડિલિવરીમાં 30 ટકાનો વધારો કર્યો છે અને ઝોનલ કવરેજમાં 40 ટકા વિસ્તરણને સક્ષમ બનાવ્યું છે. સ્નેપડીલ, રોપોસો, લિબાસ, નાપતોલ, સસ્સાફ્રાસ અને હોમસેન્ટર જેવી તાજેતરની તહેવારોની સિઝનમાં ઇકાર્ટ ઘણી મોટી બ્રાન્ડ્સ તથા વ્યવસાયો માટે મુખ્ય લોજિસ્ટિક્સ પાર્ટનર હતી, જે તેમને જોરદાર માંગની સિઝનમાં પણ દુકાનદારોને ખુશ કરવામાં મદદ કરે છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઇકાર્ટના મુદ્રીકરણના પ્રયાસોને કારણે તેના ગ્રાહક બેઝમાં 10 ગણો (રિટેલ અને ડીટુસી બ્રાન્ડ્સ) વિસ્તરણ થયું છે, જ્યારે ઉદ્યોગમાં વાર્ષિક ધોરણે લગભગ 5-10 ટકા વૃદ્ધિ કરી રહ્યો છે.
ઇકાર્ટએ તેની મુખ્ય ઇ-કોમર્સ સેવાઓથી આગળ વધીને, બેંકો અને નોન-બેંકિંગ સંસ્થાઓ જેવી બંને નાણાકીય સંસ્થાઓ માટે વ્યાપક દસ્તાવેજ વિતરણ સોલ્યુશન્સ ઓફર કરવા માટે તાજેતરમાં કેટલાક પગલા લઇને સાહસ કર્યું છે. સુરક્ષિત અને અસુરક્ષિત બંને દસ્તાવેજોને હેન્ડલ કરવાની ક્ષમતા જ ઇકાર્ટની સેવાને વૈવિધ્યસભર બનાવે છે. પરંતુ તમામ ક્ષેત્રમાં વિશ્વસનિય દસ્તાવેજ પરિવહન સુનિશ્ચિત કરીને વધુ સંકલિત તથા સ્થિર લોજિસ્ટિક્સ નેટવર્કમાં યોગદાન આપે છે.
મણી ભુષણ, ચીફ બિઝનેસ ઓફિસર, ઇકાર્ટ કહે છે, “અમારી વૃદ્ધિની વાત એ ફક્ત આંકડા જ નથી, પણ બ્રાન્ડ્સ અને ગ્રાહકો દ્વારા જે મૂલ્ય અમે ઊભું કર્યું છે તે દર્શાવે છે. ઇકાર્ટની ક્ષમતાએ ભારતના લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં રહેલી અત્યંત ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે અને અમને ગર્વ છે કે, અમે આ ઉત્ક્રાંતિમાં યોગદાન આપવા માટે ગર્વ અનુભવીએ છીએ. અમે ડ્રાઈવિંગ કાર્યક્ષમતા તથા સ્કેલેબલ ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીને, ઉદ્યોગમાં સર્વપ્રથમ એવી ટેકનોલોજી અને પૂરવઠા ચેઇન નવીનતા વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ઇકાર્ટ ખાતે અમે માનીએ છીએ કે, સમગ્ર પૂરવઠા ચેઇન અંગેની અમારી ઊંડી સમજ તથા કાર્યક્ષમતા માટે એએક્યુલેસ અનુસંધાન જ મુખ્ય તફાવત તથા સમર્થ બનાવનાર છે, તે અમે જે સેવા આપીએ છે તથા સમગ્ર દેશની લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને પણ સક્ષમ બનાવે છે. ઇકાર્ટએ બ્રાન્ડ્સ માટે એક વિશ્વાસનિય વિકલ્પ બની ગયું છે, જે પૂરવઠા ચેઇન મૂલ્યને અનલૉક કરવા માટે વિસ્તૃત પહોંચ અને ઝડપી તેમની ટોચની લાઈનને સ્કેલ કરવા તથા કાર્યક્ષમતાને ઓછા હેન્ડશેક દ્વારા છેવટનું સોલ્યુશન્સ પૂરું પાડવા માટે એક વિશ્વાસપાત્ર સહયોગી સાથે કામ કરીને નફાકારક્તામાં સુધારો કરે છે.”
ઇકાર્ટની છેવડાની ડિલિવરી, આંશિક ટ્રકલૉડ (પીટીએલ) અને ફૂલ ટ્રકલૉડ (એફટીએલ) પરિવહન તથા નવીનીકરણ સહિતની છેવાડાની સેવાઓએ 25 ટકા ભાગીદારોને તેમની પૂરવઠા ચેઇન વ્યૂહરચનાઓને ઓપ્ટિમાઇઝ કરીને બહુવિધ ઉકેલો અપનાવવા માટે પ્રેરિત કર્યા છે. આજે 10 ટકાથી વધુ વ્યવસાય ઇટુઇ પૂરવઠા ચેઇન વિકલ્પને આભારી છે અને ઇકાર્ટ એ બ્રાન્ડ્સને તેમના ખર્ચને 3-4 ટકા ફેરવવા તથા પૂરવઠા ચેઇન ખર્ચને 10-12 ટકા સુધી શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવામાં મદદ કરી છે.