વ્યાપાર

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના પરિણામોની જાહેરાત

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના પરિણામોની જાહેરાત

30 જૂન, 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના એકીકૃત પરિણામો

 

એકીકૃત EBIDTA 48% વધીને રૂ.4,300 કરોડ:એકીકૃત આવક પૂર્વેનો નફો(PBT) 107% વધીને રૂ.2,236 કરોડ: કુલ EBIDTAમાં ઇનક્યુબેટિંગ બિઝનેસનું 62% યોગદાન

 

અમદાવાદ, ઓગસ્ટ 1, 2024: અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો આજે જાહેર કર્યા છે.

 

ANIL ઇકોસિસ્ટમ, એરપોર્ટ અને રોડને આવરી લેતા ઉભરી રહેલા કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો તેમના સંચાલનની કામગીરીમાં સતત નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે. EBIDTA માં આ વ્યવસાયોનું એકંદર યોગદાન હવે નાણા વર્ષ-25ના પ્રથમ ક્વાર્ટરમાં વધીને 62% થયું છે. જે ગત વર્ષના સમાન ગાળામાં 45% હતું. ANIL ઇકોસિસ્ટમના સોલર મેન્યુફેક્ચરિંગ અને વિન્ડ ટર્બાઇન બિઝનેસે વાર્ષિક ધોરણે અત્યાર સુધીનો સૌથી વધુ EBIDTA 3.6xના વધારા સાથે રૂ.1,642 કરોડ નોંધાવ્યો છે. તેના કામકાજના સંગીન પ્રદર્શનને કારણે કુલ EBIDTA માં હવે તેનું યોગદાન 38% થયું છે.

 

અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ભારતના અગ્રણી બિઝનેસ ઇન્ક્યુબેટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વૈશ્વિક મોડલ તરીકે અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) તેની સ્થિતિને વધુ વિસ્તારી રહી છે. ANIL ઇકોસિસ્ટમનું અસાધારણ પ્રદર્શન, અમારા એરપોર્ટનું અમારું કામકાજ તથા રોડ બાંધકામનો અમારો વ્યવસાય, કૌશલ્યસભર શ્રેષ્ઠ કાર્યશૈલી વડે દોરી જતી EBIDTAમાં નોંધપાત્ર વૃદ્ધિ ટકાઉ મૂલ્ય નિર્માણ માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. શ્રેષ્ઠ-કક્ષાની વ્યવસ્થાપન પધ્ધતિઓ,અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ, ઉચ્ચ રેટિંગ્સ અને સંપૂર્ણ ભંડોળવાળી વૃદ્ધિ વ્યૂહરચનાઓનું સંયોજન નવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરવા તરફના અદાણી એન્ટરપ્રાઇઝના પ્રયાણનો માર્ગ સુનિશ્ચિત કરે છે.

 

વ્યવસાયની વિગત અનુસાર અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ સોલાર ઉત્પાદન ક્ષેત્રમાં વાર્ષિક ધોરણે મોડ્યુલનું વેચાણ 125% વધીને 1379 મેગાવોટ થયું છે. નિકાસમાં 109% અને સ્થાનિક વેચાણમાં 151%નો વધારો થયો છે. 31મી માર્ચ 2024ના રોજ કાર્યરત થયેલી ટોપકોન સેલ લાઇનમાં નીચો ખર્ચ તેમજ કાચા માલના ઓછા ખર્ચને કારણે EBITDA માર્જિનમાં સુધારો થયો છે.સેલ અને મોડ્યુલ લાઇન બંને 4 GW ની સંપૂર્ણ ક્ષમતા સાથે સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી છે. અદાણીકોનેક્ષ પ્રા.લિ. હસ્તકના નોઇડા ડેટા સેન્ટરનું 50 MW કોર અને શેલ વત્તા 10 MW MEP મળી 89% કામ સંપ્પન થયું છે. હૈદરાબાદ ડેટા સેન્ટરના 9.6 મેગાવોટ માટેના પ્રથમ તબક્કાનું 94% નિર્માણ પૂર્ણ થયું છે અને પુનેના ડેટા સેન્ટરના 9.6 મેગાવોટના પુને તબક્કા Iનું 20% અને પુણે IIના તબક્કા Iનું 38% કાર્ય પૂૂર્ણ થયું છે.

 

​અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ્સ લિ. સંચાલિત વિમાની મથકોમાં TTM ધોરણે પ્રથમ વખત એર પેસેન્જર મૂવમેન્ટ 90 મિલિયનના આંકને વટાવી ગઈ છે. ટર્મિનલ 3 ખુલ્લું મૂકાયા બાદ પ્રથમ ક્વાર્ટરમાં લખનૌ એરપોર્ટમાં 25 નવી બ્રાન્ડ ઉમેરવામાં આવી છે. સમયગાળા દરમિયાન નવા આઠ રૂટ, નવી છ એરલાઈન્સ અને ૧૩ નવી ફ્લાઈટ્સ ઉમેરાઈ છે. અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિ.એ આ ક્વાર્ટર દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ 730 લેન કિ.મી.નું નિર્માણ કર્યું છે. ગંગા એકસપ્રેસ વે-ના અડધાથી વધુનું નિર્માણ પૂરુ થયું છે. નિર્માણ હેઠળના કુલ ૧૦ પૈકી ૩ પ્રકલ્પોની કામગીરી 80% સંપ્પન થઇ છે. ખાદ્યાન્નના FMCG વ્યવસાયના ઇન્ક્યુબેટર તરીકે અદાણી એન્ટરપ્રાઇઝે નવા નવા વ્યવસાયો શરૂ કરવા તરફ નજર દોડાવવાનો તેનો અભિગમ જારી રાખવા સાથે તેના હિતધારકો માટે ટકાઉ અને લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કર્યું છે. વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાયોને સફળતાપૂર્વક ગતિ આપવાનો કંપનીનો ટ્રેક રેકોર્ડ છે જે હાલ વિવિધ ક્ષેત્રોમાં તે અગ્રીમ ભૂમિકા અદા કરીને તેમના શેરધારકોને નોંધપાત્ર વળતર આપે છે. AELના બોર્ડે તેના ફૂડ FMCG બિઝનેસને અદાણી વિલ્મર લિ. માં ડિમર્જરની સાથે AELના અદાણી કોમોડિટીઝ LLPમાં વ્યૂહાત્મક રોકાણને મંજૂરી આપી છે. ફૂડ એફએમસીજી બિઝનેસ સ્વ-નિર્ભર બનીને સારું પ્રદર્શન કરી રહ્યો છે અને અદાણી વિલ્મર લિ.(AWL) હેઠળ વધુ વૃદ્ધિ માટે સજ્જ છે. AELની આ વ્યવસ્થા માત્ર શેરધારકો માટે મૂલ્યને જ ખુલ્લી નહીં મૂકે પરંતુ સાથોસાથ તેના ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોમાં ટકાઉ વૃદ્ધિ માટે કેન્દ્રિત વ્યૂહરચનાને જોશ આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button