શિક્ષા
વલસાડના ગુંદલાવની લક્ષ્મીબા પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

Surat News: વલસાડ, તા. ૨૫ જૂન વલસાડ તાલુકાના ગુંદલાવ ગામમાં વનાચલ કેળવણી ટ્રસ્ટ સંચાલિત હરિઑમ સાધના વિધાલય અને લક્ષ્મીબા પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. વલસાડના અમિતાબેન પારેખ અને હેતલબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું.
વનાચલ કેળવણી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રમેશચંદ્ર પટેલે અમિતાબેનનો પરિચય આપ્યો અને વિદ્યા દાન, અન્ન દાન, રક્તદાન, દેહ દાન અને વિવિધ દાનોના ઉદાહરણ સાથે મહિમા સમજાવ્યો. અમિતાબેન વર્ષોથી વિદ્યા દાન માટે નોટબુક વિતરણ કરી ઉમદા કાર્ય કરી રહ્યા છે અને હેતલબેન તેમને મદદરૂપ બની રહ્યા છે. શાળાની શિક્ષિકા મિલિન્દાબેને આભારવિધિ કરી.