અદાણી ફાઉન્ડેશન અને એસ.વી.એન.એમ. દ્વારા અદાણી હજીરા પોર્ટ ખાતે ડ્રાઈવર અને શ્રમિકો માટે નેત્ર શિબિર યોજાઇ
અદાણી ફાઉન્ડેશન અને એસ.વી.એન.એમ. દ્વારા અદાણી હજીરા પોર્ટ ખાતે ડ્રાઈવર અને શ્રમિકો માટે નેત્ર શિબિર યોજાઇ
હજીરા, સુરત : અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા એસ.વી.એન.એમ. (SVNM) ના સહયોગથી સાઇટ ઉપર કાર્યરત ટ્રક ચાલકો અને મજૂરો માટે વિશિષ્ટ આંખ તપાસ કેમ્પોનું આયોજન તબક્કાવાર ચાર કેમ્પમાં છેલ્લા સપ્તાહમાં કરવામાં આવ્યું હતું. આ પહેલ અદાણી હજીરા પોર્ટ ઓપરેશન સાથે જોડાયેલા શ્રમિકોની આરોગ્ય અને સુખાકારી પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
કેમ્પમાં ટ્રક ડ્રાઈવર અને શ્રમિકોને વ્યાપક આંખ સંભાળ સેવા આપવામાં આવી હતી, જેમાં આંખ સંબંધિત વિવિધ રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. કેમ્પ હેઠળ તપાસ દરમિયાન ડ્રાઈવર અને શ્રમિકોમાં મોતીયા સર્જરી (Cataract Surgery)28 દર્દીઓ, પોસ્ટિરીયર કેપ્સ્યુલ ઓપેસિફિકેશન (PCO) 02 દર્દીઓ, રેટિનાની વિસ્તૃત તપાસ 07 દર્દીઓ, પ્ટેરિજીયમ સારવાર 10 દર્દીઓ, દૂરનાં નંબર (Refractive Error) 84 દર્દીઓ, નજીકના ચશ્માં 132 દર્દીઓ, સામાન્ય કેસ 181 દર્દીઓ મળી આવ્યા હતા. આ પૈકી જેમના જરૂર હતી એવા દરેકને નજીકના ચશ્માં અને જરૂરી દવાઓ (આંખના ડ્રોપ્સ) પણ વિતરણ કરવામાં આવ્યા. જે દર્દીને મોતિયાના ઓપરેશનની જરૂર જણાઈ છે એમના ઓપરેશન એસ.વી.એમ.એમ. નિઃશુલ્ક કરશે.
આ પ્રકારનાં કેમ્પ પ્રારંભિક તબક્કે આંખની સમસ્યાઓના નિદાન માટે અત્યંત જરૂરી છે, જે કામદારોની સલામતી અને અકસ્માતો અટકાવવા સહાય કરે છે. શ્રમિકોને સમયસર તબીબી સારવાર મળવાને કારણે, તેમની કાર્યક્ષમતા અને આરોગ્યને લાંબા ગાળે સુધારવામાં મદદ મળશે.