અદાણી ફાઉન્ડેશન દ્વારા 33 સરકારી શાળામાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી થઈ
અદાણી ફાઉન્ડેશન દ્વારા 33 સરકારી શાળામાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી થઈ
– અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટ થકી હિન્દી સાહિત્યનો પરિચય કેળવ્યો
– હિન્દી સાહિત્યની અનેક કૃતિ, વિદ્યાર્થીઓએ સ્વરચિત કૃતિઓનું પઠન અને મંચન થયું
હજીરા, સુરત : બાળકો રાષ્ટ્રભાષાનો પરિચય કેળવે, એનાથી માહિતગાર થઈ એનો સહજ ઉપયોગ કરે એવા હેતુથી 14મી સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટ હેઠળ ચોર્યાસી, ઓલપાડ અને ઉમરપાડાની ૩૩ સરકારી શાળામાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના વિદ્યાર્થીઓને હિન્દી ભાષા અને સાહિત્યનો સુપેરે પરિચય થાય અને એ રોજિંદા જીવનમાં રાજભાષાનો ઉપયોગ કરતાં થાય. વિદ્યાર્થીઓએ હિન્દીનું મહત્વ સમજે, જેવા અનેક ઉદ્દેશ સાથે હિન્દી દિવસની ઉજવણી થઈ હતી.
અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની હજીરા કાંઠા વિસ્તારની 10 અને ઓલપાડની 15 શાળાઓ અને સુરત જિલ્લાના છેવાડાના ઉમરપાડા તાલુકાની 8 શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થી અને ઉત્થાન સહાયકોએ સાથે મળી બાળકો રચિત તથા પ્રસિદ્ધ સાહિત્યકારોની કવિતાઓનું પઠન અને ગાન કર્યું, હિન્દી ભાષા આધારિત નાના નાટકો પણ પ્રસ્તુત કર્યા સાથે જ પ્રેમચંદ જેવા પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકારોની ગદ્ય અને પદ્ય કૃતિઓનું રસપાન કરાવવામાં આવ્યું હતું. સાહિત્યની પાત્ર પરેડ કરાવવામાં આવી હિન્દી વિષય પર ડિબેટ અને વાર્તાઓ પણ કહેવામાં આવી હતી. હિન્દી ભાષામાં ઉખાણા અને કહેવતો પ્રસ્તુત થઈ હતી. હિન્દી દિવસે તમામ શિક્ષકો અને બાળકોએ હિન્દીમાં જ સંવાદ અને વાર્તાલાપ કરવો એવું નક્કી કર્યું અને તેનો અમલ પણ કરવામાં આવ્યો હતો.