ગુજરાત
“હો જા રંગીલા રે” પિકનિકનું આયોજન કરવામાં આવ્યું

“હો જા રંગીલા રે” પિકનિકનું આયોજન કરવામાં આવ્યું
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા “હો જા રંગીલા રે” પિકનિકનું આયોજન કામરેજ સ્થિત ધ ફર્ન રિસોર્ટ માં કરવામાં આવ્યું હતું. મહિલા શાખાના અધ્યક્ષા રુચિકા રુંગટાએ જણાવ્યું હતું કે, આ પિકનિકનું આયોજન ‘નિયોન થીમ’ પર રાખવામાં આવ્યું હતું, જેમાં 300 થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પિકનિક દરમિયાન મહિલાઓને નેલ આર્ટ, કોસ્ટર મેકિંગ અને હેર બીડિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ શીખવવામાં આવી હતી. આ પ્રસંગે તમામ મહિલાઓએ વિવિધ ગેમ્સ, ફન, ફૂડ અને ડીજે ડાન્સની મજા માણી હતી. કાર્યક્રમના અંતે તમામ મહિલાઓને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે મહિલા શાખાના આરતી મિત્તલ, સરોજ અગ્રવાલ, શકુન અગ્રવાલ, સીમા કોકરા, વીણા જૈન, અનિતા બઘારિયા સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



