અગ્રવાલ પ્રીમિયર લીગ-16માં કોસ્મો ઈલેક્ટ્રીફાયર બન્યું ચેમ્પિયન
અગ્રવાલ પ્રીમિયર લીગ-16માં કોસ્મો ઈલેક્ટ્રીફાયર બન્યું ચેમ્પિયન
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત અગ્રવાલ પ્રીમિયમ લીગ-16 (APL)ની ફાઈનલ મેચ રવિવારે મોડી રાત્રે અલથાણના બી.જે.પટેલ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી.
ફાઈનલ મેચમાં કોસ્મો ઈલેક્ટ્રીફાયર વિજેતા અને રિસ્કેડ ડોમિનેટર્સ રનર્સ અપ રહ્યા હતા. તેમજ અંડર 16 ટુર્નામેન્ટની વિજેતા મા પાર્વતી બ્લેસર ટીમ અને રનર અપ ભાસ્કર બ્લાસ્ટર્સ ટીમ રહી હતી.
ફાઈનલ મેચ નિમિત્તે હરિયાણાના ખાસ ભિવાની શાકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લીગનું આયોજન “જળ સંરક્ષણ” ની થીમ પર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, ટ્રસ્ટે દરેકને વરસાદી પાણીના સંગ્રહની સાચી અને યોગ્ય પદ્ધતિ સમજાવી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ પ્રમોદ પોદ્દાર, સેક્રેટરી અનિલ શોરેવાલા, રાહુલ અગ્રવાલ, નીરજ અગ્રવાલ, યુવા શાખાના પ્રમુખ પ્રશાંત અગ્રવાલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.