સચીન- પલસાણા હાઈવે પરથી MD ડ્રગ્સ સાથે ત્રણને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ પોલીસ

સચીન- પલસાણા હાઈવે પરથી MD ડ્રગ્સ સાથે ત્રણને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ પોલીસ
મધ્યપ્રદેશનાં અગર શહેરમાંથી વરના ગાડીમાં ગેરકાયદેસર મેફેડ્રોન (એમ.ડી.ડ્રગ્સ) ૫૧૨.૨૦ ગ્રામ કિ.રૂ.૫૧,૨૨,૦૦૦/- લઈને આવતા ત્રણ શાખ્સોને ભાટીયા ચેક પોસ્ટ નજીકથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતાં.
ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝામીરએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચઢે તથા શહેરમાં નશાયુકત માદક પદાર્થનુ વેચાણ નેસ્તનાબુદ કરવા સારુ “NO DRUGS IN SURATCITY” અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફીયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા અંગે આપેલ સુચના આપી હતી.
જે અનુસંધાને ક્રાઈમબ્રાંચની ટીમ વર્ક આઉટમાં હતી દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, તા.૦૪/૦૩/૨૦૨૪ ના સવારના સમયે સીલ્વર કલરની વરના ગાડી નંબર.GJ-05-CJ-3998 માં ગુલામ સાબીર, મોહમદ અસ્ફાક તથા બદરૂદીન નામના ઇસમો મધ્યપ્રદેશથી એમ.ડી.ડ્રગ્સ લઇ પલસાણા-સચીન હાઇવે ઉપર આવનાર છે. આ બાતમી હકિકત આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ટીમો બનાવી ભાટીયા ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી આ હ્યુંડાઈ વરના કાર રોકી આરોપીઓ બદરૂદીન અખ્તરહુસૈન બંગડીવાલા, ગુલામ સાબીર મોહમદ ઇશાક મીરજા અને મોહમદ અશફાક મોહમદ અસલમ અંસારી પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન (એમ.ડી.ડ્રગ્સ) ૫૧૨.૨૦ ગ્રામ કિ.રૂ.૫૧,૨૨,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૫૪,૬૭,૨૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચલાવી રહી છે.
મધ્ય પ્રદેશથી મોકલનાર ઇલિયાસ ઉર્ફે ઇલુને અને મઁગાવનાર ભાગાતળાવના રિઝવાન બોમ્બે વાલાને વોન્ટેડ જાહેર કર્યા હતા.