એએમ/એનએસ ઈન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની મીરાં વાસને ઇન્ડિયા બુક ઓફ રેકર્ડઝમાં સ્થાન હાંસલ કર્યું
પાંચ વર્ષની વિદ્યાર્થીનીએ 12 ટેકનિકોનો ઉપયોગ કરીને 50 આર્ટવર્ક બનાવીને મહત્તમ સંખ્યામાં પેઇન્ટિંગ ટેકનિકનો રેકોર્ડ બનાવ્યો
હજીરા – સુરત, સપ્ટેમ્બર 13, 2023: એએમ/એનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ, હજીરા- સુરત વિદ્યાર્થીની મીરાં કાર્તિક વાસને તેની નોંધપાત્ર સિદ્ધિ દ્વારા સ્કૂલનું નામ ઈતિહાસમાં કંડાર્યું છે. મીરાં કે તેની વય હજુ 6 વર્ષની પણ થઈ નથી તેને એક વિદ્યાર્થીની દ્વારા મહત્તમ સંખ્યામાં પેઈન્ટીંગ ટેકનિકનો ઉપયોગ કરવા બદલ ઈન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
મીરાંએ 12 વિવિધ પેઇન્ટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને 50 આર્ટવર્ક બનાવીને તેની કલાત્મક કુશળતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. જેમાં સોફ્ટ પેસ્ટલ આર્ટ, કાર્ટુન સ્કેચિંગ, પેલેટ નાઈફ પેઈન્ટીંગ, ફિંગર પેઈન્ટીંગ, મંડાલા, મધુબની, વારલી આર્ટ, ચારકોલ આર્ટ, એક્રેલીક પેઈન્ટીંગ, વોટર કલર વેટ ઓન વેટ, બર્ડ પેઈન્ટીંગ અને પ્રિન્ટિંગ સ્કીલ વીથ વોટર કલરનો સમાવેશ થાય છે.
મીરાંની સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા એએમ/એનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપાલ સુનિતા મટ્ટુ એ જણાવ્યું કે “મીરાં અને તેની અભૂતપૂર્વ સિધ્ધિ માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. આટલી નાની ઉંમરમાં વિવિધ પેઈન્ટીંગ સ્કીલ હસ્તગત કરવી તે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેની આ સિધ્ધિ વિદ્યાર્થીઓના કૌશલ્યનું સંવર્ધન થાય તેવું વાતાવરણ પૂરું પાડવાની અમારી નિષ્ઠા દર્શાવે છે. સ્કૂલનું વાતાવરણ તેમના અભ્યાસમાં ઉત્તમ પરિણામ લાવવાના પ્રયાસોની સાથે–સાથે તેમનામાં સક્રિય કલા ભાવના પેદા કરવાનું વાતાવરણ દર્શાવે છે. મીરાંની આ સિધ્ધિ અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની રુચિ ધરાવતા વિષયમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડશે.”
ઑક્ટોબર 17, 2017ના રોજ ચેન્નાઈમાં જન્મેલી મીરાં માત્ર 5 વર્ષ, 10 મહિના અને 1 દિવસની હતી જ્યારે તેણે ઓગસ્ટ 18ના રોજ પ્રતિષ્ઠિત ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.