વધુ એક હાસ્ય કલાકાર બીરબલની વિદાય
વધુ એક હાસ્ય કલાકાર બીરબલની વિદાય
૨૯ મી ઓક્ટોબર ૧૯૩૮ ના રોજ પ્રિન્ટિંગ પ્રેસનો બિઝનેસ કરતા પિતાને ત્યાં સતીનદર ખોસલાનો જન્મ થયો હતો પોતાના પ્રિન્ટિંગ પ્રેસના ઓર્ડર મેળવવના બહાને સતીનદર વારંવાર મુંબઈ આવી જતા હતા કિશોરકુમારનો બહુ પ્રભાવ હતો કિશોરકુમારના ગીતો વારંવાર ગાતા હતા કિશોરકુમારની જેમ અભિનેતા બનવું હતું બીરબલનો પરિવાર ભાગલા પછી લાહોરથી દિલ્હી આવી ગયો હતો બીરબલે બી એ.સુધીનો અભ્યાસ કર્યો હતો અનિતાના શુટિંગ દરમ્યાન અભિનેતા મનોજકુમાર અને નિર્દેશક રાજ ખોસલાને સતીનદર નામ નોન ફિલ્મી લાગતા બીરબલ નામ આપ્યું બીરબલની ઉંમર ૮૪ વરસની હતી
ફિલ્મ શોલેમા અર્ધી કપાયેલી મુછવાલા કેદીની ભૂમિકાની બહુ તારીફ થઈ હતી
બીરબલે મનોજકુમારની ઉપકારથી શરૂઆત કરી હતી પછી મનોજની રોટી કપડાં ઓર મકાન ક્રાંતિ દો બદન જેવી ફિલ્મોમાં કામ કર્યું.
બીરબલે દો બદન અમીર ગરીબ રાસ્તેકા પથ્થર સુન મેરી લેલા અનિતા ઇન્સાન ઉપકાર રોટી કપડાં ઓર મકાન શોલે ક્રાંતિ એક મહલ હો સપનો કા મોહબ્બત કી આરઝૂ ઈમાનદાર જેવી ફિલ્મોમાં કામ કર્યું
બીરબલે ૫૦ વરસમા આશરે ૫૦૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છેહિંદી ફિલ્મોમા કેટલાક હાસ્ય કલાકારો એવા છે કે જેમને દર્શકોને હસાવવા ખાસ પ્રયાસ કરવા પડતા નહી તેમની પડદા પરની હાજરી જ કાફી હતી ટુનટુન કેસ્ટો મુકરજી ધુમાલ મહેમુદ જગદીપ અસરાની એવા હાસ્ય કલાકારો છે
બીરબલે જુનિયર મહેમુદ સાથે વિદેશોમાં સ્ટેજ શો પણ કર્યા છે.બીરબલે હિંદી ઉપરાંત પંજાબી ભોજપુરી અને કામ કર્યું છે.