ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રૂપ સૌથી વધુ આકર્ષક છેઃ બ્રોકરેજ ફર્મ નોમુરા
ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રૂપ સૌથી વધુ આકર્ષક છેઃ બ્રોકરેજ ફર્મ નોમુરા
‘અદાણી ગ્રીન એનર્જીના ભાવમાં 7 પોઈન્ટ સુધીનો વધારો થઈ શકે’
અદાણી જૂથ અને રોકાણકારો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ નોમુરાએ અદાણી ગ્રુપને ભારતીય કંપનીઓમાં સૌથી વધુ આકર્ષક ગણાવ્યું છે. નોમુરા જણાવે છે કે ‘પોર્ટ્સથી પાવર સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા જૂથને તાજેતરના યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લાવવામાં આવેલા આરોપો બાદ ઉથલપાથલની કોઈ અસર નહીં થાય’.
નોમુરાના જણાવ્યા અનુસાર ‘અદાણી ગ્રૂપની લિક્વિડિટી મેનેજમેન્ટ અવેરનેસમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં નોંધપાત્ર સુધારો થયો છે’. રિસર્ચ ફર્મના જણાવ્યા અનુસાર અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવમાં મોટા ફેરફારો વચ્ચે પ્રમોટર શેર પ્લેજ લોન વિશે ચિંતિત નથી, કારણ કે ભૂતકાળમાં પણ આવા જોખમોનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જો અદાણી જૂથ ટૂંકા ગાળામાં તેની વૃદ્ધિ અંગે ઓછું મહત્વાકાંક્ષી હોય, તો જૂથ ઉથલપાથલનો સામનો સહેલાઈથી કરી શકશે.
નોમુરાએ વધુમાં ટિપ્પણી કરી હતી કે 2023ની શરૂઆતમાં અદાણી-હિંડનબર્ગ એપિસોડની તુલનામાં, “અદાણી જૂથની તરલતા વ્યવસ્થાપન જાગૃતિમાં અર્થપૂર્ણ સુધારો થયો છે અને તે ટૂંકા ગાળાની તરલતાની પર્યાપ્ત સ્થિતિ સાથે તોફાનનો સામનો કરવા સક્ષમ છે.”
અદાણી મેનેજમેન્ટના નિવેદનને ટાંકીને, નોમુરાએ જણાવ્યું હતું કે ‘DoJ દ્વારા લાવવામાં આવેલા આરોપો ભ્રષ્ટાચાર વિરોધી કરારના ઉલ્લંઘનને સાબિત કરતા નથી. માત્ર દોષિત ઠરાવને ઉલ્લંઘનનો સંકેત ગણી શકાય’. અદાણી ગ્રૂપે મૂડી ખર્ચમાં ઘટાડો અને બોન્ડ બાયબેક પ્લાન સહિત બોન્ડના ભાવને ટેકો આપવા માટે વ્યાપક યોજનાઓની જાહેરાત કરી છે. નોમુરાનું માનવું છે કે ‘અદાણી કંપનીઓના બોન્ડનું ટ્રેડિંગ ક્રમિક રીતે 7-8 ટકાના સ્તરે હોવું જોઈએ’.
નોમુરા અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ, અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ, અદાણી ટી-વન ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી રિન્યુએબલ એનર્જી લિમિટેડ માટે બોન્ડના ભાવમાં વધારાની અપેક્ષા રાખે છે.
નોમુરાએ જણાવે છે કે, “અમે માનીએ છીએ કે વર્તમાન બોન્ડની કિંમતો પર જોખમ આકર્ષક નથી, પરંતુ અદાણીમાં લાંબા સમય સુધી અમને વધુ પોટેન્શિયલ દેખાય છે…” એવું માનવામાં આવી રહ્યું છે કે અદાણી ગ્રીન એનર્જીના ભાવમાં 7 પોઈન્ટ સુધીનો વધારો થઈ શકે છે, અન્ય માટે તે 2-4 પોઈન્ટનો વધારો જોઈ શકે છે.