ગુજરાત

સીવેજ વોટર રિસાઇકલિંગ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, પદ્ધતિ અને તેના ફાયદા અંગે જ્ઞાનવર્ધક કાર્યક્રમ યોજાયો

— “આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય STPના પાણીના રિસાયક્લિંગ માટે આધુનિક ટેકનોલોજી આધારિત પદ્ધતિના ઉપયોગ દ્વારા પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે” : શ્રી ઈશાન શાહ(ડાયરેક્ટર, નિત્યા એનસેફ)

— 31મી મે, સાંજે 6 વાગ્યે યોજાયેલાં આ કાર્યક્રમમાં પેનલ ડિસ્કશન સાથે જ કેસ સ્ટડી, નેટવર્કીંગ તïકો, પ્રશ્ન અને જવાબ સત્ર પણ યોજાયું હતું

દમણ : સીવેજ વોટર(ગટરનું ગંદુ પાણી)ના રિસાયક્લિંગ માટે આધુનિક નવી ટેકનોલોજી આધારિત પદ્ધતિનો ઉપયોગ અને તેના લાભ અંગે માહિતી આપવા માટે સુરત સ્થિત નિત્યા એનસેફ દ્વારા એક જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન દમણ સ્થિત હોટેલ મીરામાર ખાતે કરવામાં આવ્યું હતું. 31મી મે, સાંજે 6 વાગ્યે યોજાયેલાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આર્કિટેક્ટ્સ, ઇજનેરો, પર્યાવરણવાદીઓ, બિલ્ડર્સ અને ડેવલપર્સ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ઉદ્યોગના સંચાલકોએ ભાગ લીધો હતો.

નિત્યા એનસેફના ડાયરેક્ટર અને વોટર એક્સપર્ટ શ્રી ઈશાન શાહે જણાવ્યું હતું કે, આ પહેલ “PAEIVA”(પ્રેક્ટિસિંગ આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ, ઇન્ટિરિયર્સ, વેલ્યુઅર્સ એસોસિએશન) દ્વારા શરૂ કરવામાં આવી છે. “From Waste to Worth: Exploring the Potential of Sewage Water Recycling” શીર્ષક હેઠળ યોજાયેલાં આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય STPના પાણીના રિસાયક્લિંગ માટે નવી આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમ દરમિયાન પેનલ ડિસ્કશન સાથે જ કેસ સ્ટડી, નેટવર્કીંગ તકો, પ્રશ્ન અને જવાબ સત્ર યોજાયા હતા.

ઇવેન્ટ પેનાલિસ્ટ અને વોટર એક્સપર્ટ શ્રી ઈશાન શાહે વધુમાં જણાવ્યું હતું કે, STPના પાણીને નવી પદ્ધતિથી કેવી રીતે રિસાયકલ કરી શકાય..? તેના ફાયદાઓ શું છે..? તે જાણવા માટે આ સેમિનાર ખૂબ જ લાભપ્રદ સાબિત થયો હતો. તજજ્ઞોએ વોટર રિસાયકલની પ્રોપર પ્રોસેસ અંગે ઊંડાણપૂર્વકની સમજ આપી હતી. STPના પાણીના રિસાઇકલિંગ બાદ તેના ગાર્ડનિંગ, એગ્રીકલ્ચર અને બીજા જનરલ ઉપયોગો, રિસાયક્લિંગ ટેક્નોલોજીમાં નવીનતમ પ્રગતિઓ, પાણીની અછતને પહોંચી વળવા માટે નવીન ઉકેલો, જળ વ્યવસ્થાપન અને જળ સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ચર્ચાસત્ર દરમિયાન સૌએ નોંધ લીધી હતી કે, આજના વિશ્વમાં જ્યાં પાણીની અછત ગંભીર ચિંતાનો વિષય છે ત્યાં પાણીનો પુનઃઉપયોગ એ એક આવશ્યકતા બની ગઈ છે. નિત્યા એનસેફના ડાયરેક્ટર શ્રી ઈશાન શાહે આગળ કહ્યું હતું કે, ઔદ્યોગિક પાણીનું રિસાયક્લિંગ, ગટર અને ગંદા પાણીની સારવાર, તેમજ શૂન્ય પ્રવાહી ડિસ્ચાર્જ સોલ્યુશન્સ, ઔદ્યોગિક સંસ્થાઓને લાખો લિટર કિંમતી પાણી બચાવવા માટે સક્ષમ બનાવે છે. પાણીનું રિસાયક્લિંગ પ્રદૂષણ ઘટાડી શકે છે અને અટકાવી શકે છે. ગંદાપાણીના શુદ્ધિકરણ પ્લાન્ટની રચના ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓના સંયોજનનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેથી સારવાર કરેલ પાણીને પર્યાવરણમાં છોડવામાં આવે અથવા તેનો વધુ પુનઃઉપયોગ થાય.

સુરત સ્થિત નિત્યા એનસેફ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્ટ્રેટફિક્સ કન્સલ્ટિંગ આ ઇવેન્ટના નોલેજ પાર્ટનર હતા. આ ઉપરાંત પ્રોગ્રામના સફળ આયોજન માટે ઉમરગાંવ ઈન્ડસ્ટ્રીયલ એસો., દમણ ઈન્ડસ્ટ્રીયલ એસો.,”PAEIVA” પ્રેક્ટિસિંગ આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ, ઈન્ટિરિયર્સ વેલ્યુઅર્સ એસોસિએશન [વલસાડ, વાપી, ઉમરગાંવ, સિલવાસા અને દમણ] અને દમણ હોટેલ એસો. નો સહકાર મળ્યો હતો. કાર્યક્રમના આયોજકોએ પર્યાવરણને અનુકૂળ સ્થાનિક જળ વ્યવસ્થાપન પ્રથાઓના ચાલુ અનુસંધાનમાં યોગદાન આપવા આ વિચાર-પ્રેરક ઇવેન્ટમાં ભાગ લેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં પ્રતિષ્ઠિત પેનાલિસ્ટ :
* શ્રી ઈશાન શાહ, ડાયરેક્ટર, નિત્યા એન્સેફ અને વોટર એક્સપર્ટ
*શ્રી હરેશભાઈ ટંગલ, ઉપપ્રમુખ હોટેલ એસોસિએશન દમણ
* શ્રી તુષાર પટેલ, આર્કિટેક્ટ અને સસ્ટેનેબિલિટી કન્સલ્ટન્ટ આકૃતિ ડિઝાઇનર્સ
* શ્રી આર કે શુક્લા, મેનેજિંગ ડિરેક્ટર, અલ્કુશ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિ.
* શ્રી ધર્મેશ મેકન, ડિરેક્ટર, પાર્વતી કન્સ્ટ્રક્શન
* શ્રી ચિરાગ પટેલ, પાર્ટનર, સ્ટ્રેટફિક્સ કન્સલ્ટિંગ, મોડરેટર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button