સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફોલ્ડ 6 અને Z ફ્લિપ 6 પર આકર્ષક ફેસ્ટિવ ઓફર્સ જાહેર

સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફોલ્ડ 6 અને Z ફ્લિપ 6 પર આકર્ષક ફેસ્ટિવ ઓફર્સ જાહેર
સેમસંગ ફોલ્ડેબલ્સ ખરીદી કરનારા ગ્રાહકોને ફક્ત રૂ. 999માં રૂ. 14,999 મૂલ્યનું Z એશ્યોરન્સ પણ મળશે.
ગુરુગ્રામ, ભારત, 7મી ઓક્ટોબર, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના સિક્સ્થ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ- ગેલેક્સી Z ફ્લિપ 6 અને ગેલેક્સી Z ફોલ્ડ 6ની ઘોષણા કરવામાં આવી હતી, જે ગેલેક્સી AIને નવી ઊંચાઈએ લઈ જઈને ગ્રાહકો માટે શ્રેણીબદ્ધ અજોડ મોબાઈલ અનુભવો પ્રદાન કરે છે.
આજથી આરંભ કરતાં ગ્રાહકો ગેલેક્સી Z ફોલ્ડ 6 ખરીદી કરશે તેમને મર્યાદિત સમયગાળાની ફેસ્ટિવ ઓફરના ભાગરૂપે અપગ્રેડ બોનસ અથવા 24 મહિનાના નો-કોસ્ટ ઈએમઆઈ સાથે રૂ. 12,500 મૂલ્યનું બેન્ક કેશબેક મળશે. આ જ રીતે ગેલેક્સી Z ફ્લિપ 6 ખરીદી કરનારા ગ્રાહકો અપગ્રેડ બોનસ અથવા 24 મહિનાના નો-કોસ્ટ ઈએમઆઈ સાથે રૂ. 11,000 મુલ્યનું બેન્ક કેશબેક મેળવી શકશે. ગેલેક્સી Z ફોલ્ડ 6 રૂ. 1,64,999થી શરૂ થાય છે અને ગેલેક્સી Z ફ્લિપ 6 રૂ. 1,09,999થી શરૂ થાય છે. બહેતર એફોર્ડેબિલિટી ચાહતા ગ્રાહકો ગેલેક્સી Z ફ્લિપ 6 માટે રૂ. 3056 અને ગેલેક્સી Z ફોલ્ડ 5 માટે રૂ. 4584 જેટલી ઓછી રકમથી શરૂ થતી સુવિધાજનક ઈએમઆઈ યોજનાનો લાભ લઈ શકે છે.
ઉપરાંત ગેલેક્સી Z ફોલ્ડ 6 અને ગેલેક્સી Z ફ્લિપ 6 ખરીદી કરતા ગ્રાહકોને ફક્ત રૂ. 999માં ગેલેક્સી Z એશ્યોરન્સ મળશે. ગેલેક્સી Z એશ્યોરન્સ પ્રોગ્રામ સંપૂર્ણ ડિવાઈસ પ્રોટેક્શન પૂરું પાડે છે, જેની ગેલેક્સી Z ફોલ્ડ 6 માટે મૂળ કિંમત રૂ. 14,999 અને ગેલેક્સી Z ફ્લિપ 6 માટે રૂ. 9999 છે. Z એશ્યોરન્સ પ્રોગ્રામ હેઠળ ગ્રાહકો વર્ષમાં બે દાવા હવે મેળવી શકે છે.
નવીનતમ ફોલ્ડેબલ્સ આજ સુધીનાં સૌથી સ્લિમ અને હલકી ગેલેક્સી Z સિરીઝ ડિવાઈસીસ છે અને સીધી ધાર સાથે ઉત્તમ સિમેટ્રિકલ ડિઝાઈન સાથે આવે છે. ગેલેક્સી Z સિરીઝ બહેતર આર્મર એલ્યુમિનિયમ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટુસ 2 દ્વારા પણ સુસજ્જ છે, જે તેને આજ સુધીની સૌથી ટકાઉ ગેલેક્સી Z સિરીઝ બનાવે છે. ગેલેક્સી Z ફોલ્ડ 6 અને ફ્લિપ 6 ગેલેક્સી માટે સ્નેપડ્રેગન® 8 Gen 3 મોબાઈલ પ્લેટફોર્મથી સમૃદ્ધ છે, જે અત્યાધુનિક સ્નેપડ્રેગન મોબાઈલ પ્રોસેસર કક્ષામાં ઉત્તમ CPU, GPU અને NPU પરફોર્મન્સને પણ જોડે છે. પ્રોસેસર AI પ્રોસેસિંગ માટે ઓપ્ટિમાઈઝ્ડ કરાયું છે અને સુધારિત એકંદર પરફોર્મન્સ સાથે બહેતર ગ્રાફિક્સ પ્રદાન કરે છે.
ગેલેક્સી Z ફોલ્ડ 6 શ્રેણીબદ્ધ AI-પાવર્ડ ફીચર્સ અને ટૂલ્સ ઓફર કરે છે, જેમાં નોટ આસિસ્ટ, કમ્પોઝર, સ્કેચ ટુ ઈમેજ, ઈન્ટરપ્રીટર, ફોટો આસિસ્ટ અને ઈન્સ્ટન્ટ સ્લો-મો નો સમાવેશ થાય છે, જે લાર્જ સ્ક્રીન મહત્તમ બનાવે છે અને તમારી ઉત્પાદકતા નોંધપાત્ર રીતે બહેતર બનાવે છે. ગેલેક્સી Z ફોલ્ડ 6 લાંબા ગેમિંગ સત્રો માટે 1.6x વિશાળ વેપર ચેમ્બર સાથે આવુ છે અને રે ટ્રેસિંગ તેના 7.6 ઈંચના સ્ક્રીન પર લાઈફ-લાઈક ગ્રાફિક્સને સપોર્ટ કરે છે, જે વધુ રોમાંચક ગેમિંગ પ્રદાન કરવા માટે 2600 nits સુધી વધુ બ્રાઈટ ડિસ્પ્લે પ્રદાન કરે છે.
ગેલેક્સી Z ફ્લિપ 6 શ્રેણીબદ્ધ નવા કસ્ટમાઈઝેશન અને ક્રિયેટિવિટી ફીચર્સ આપે છે, જેથી ઉપભોક્તાઓ દરેક અવસરનો મહત્તમ લાભ લઈ શકે છે. 3.4 ઈંચ સુપર AMOLED ફ્લેક્સવિંડો સાથે ડિવાઈસ ખોલ્યા વિના AI-આસિસ્ટેડ ફંકશન્સનો ઉપયોગ કરી શકે છે. ઉપભોક્તાઓ સૂચિત રિપ્લાઈઝ સાથે ટેક્સ્ટ્સને રિપ્લાઈ કરી શકે છે, જે અનુકૂળ તૈયાર પ્રતિસાદ સૂચવવા માટે તેમના નવીનતમ મેસેજીસનું વિશ્લેષણ કરે છે.
ફ્લેક્સકેમ હવે સબ્જેક્ટ ડિટેક્ટ કરીને અને કોઈ પણ જરૂરી એડજસ્ટમેન્ટ્સ કરવા પૂર્વે ઝૂમિંગ ઈન અને આઉટ સાથે શોટ્સ માટે ઉત્તમ ફ્રેમિંગ કમ્પોઝ કરવા નવા ઓટો ઝૂમ સાથે આવે છે. નવાં 50MP વાઈડ અને 12MP અલ્ટ્રા-વાઈડ સેન્સર્સ પિક્ચર્સમાં સ્પષ્ટ અને બારીકાઈભરી વિગતો સાથે અપગ્રેડેડ કેમેરા અનુભવ પૂરાં પાડે છે. ગેલેક્સી Z ફ્લિપ 6 હવે બહેતર બેટરી આયુષ્ય સાથે પણ આવે છે અને પહેલી વાર વેપર ચેમ્બર મેળવે છે.
સેમસંગ નોક્સ, સેમસંગ ગેલેક્સીનું ડિફેન્સ- ગ્રેડ મલ્ટી-લેયર સિક્યુરિટી પ્લેટફોર્મ મહત્ત્વપૂર્ણ માહિતીનું રક્ષણ કરવા અને એન્ડ-ટુ-એન્ડ હાર્ડવેર સાથે નિર્બળતાઓ સામે રક્ષણ કરવા, અસલ સમયમાં ખતરાને શોધી કાઢવા અને એકત્રિત રક્ષણ માટે ગેલેક્સી Z ફોલ્ડ 6 અને Z ફ્લિપ 6ને સુરક્ષિત બનાવે છે.
ગેલેક્સી Z ફોલ્ડ 6 અને Z ફ્લિપ 6 સર્વ અગ્રણી ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સમાં મળે છે.