APSEZના કાર્ગો વોલ્યુમમાં જાન્યુઆરી’24માં 26% નો વિક્રમી ઉછાળો

APSEZના કાર્ગો વોલ્યુમમાં જાન્યુઆરી’24માં 26% નો વિક્રમી ઉછાળો
અદાણી પોર્ટ્સના દરિયાઈ વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સતત નવા બેન્ચમાર્ક
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં અગ્રેસર છે. જાન્યુઆરી-2024 માં APSEZના કાર્ગો વોલ્યુમમાં 35.1 મિલિયન મેટ્રિક ટનની(MMT) રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે. ઉત્કૃષ્ટ કામગીરીને પગલે APSEZના કાર્ગો વોલ્યુમ હેન્ડલ કરવામાં 26%નો ઉછાળો આવ્યો છે.
APSEZના જણાવ્યા પ્રમાણે કાર્ગો વોલ્યુમમાં મુખ્યત્વે ડ્રાય કાર્ગોમાં 46% YoY અને કન્ટેનર વોલ્યુમ 13% YoY કાર્ગોમાં ઉછાળો નોંધાયો હતો. FY24ના પ્રારંભિક દસ મહિનામાં (એપ્રિલ 2023 – જાન્યુઆરી 2024) દરમિયાન APSEZ એ કુલ કાર્ગોના 346.3 MMT હેન્ડલ કર્યા હતા, જ્યારે FY23ના 12 મહિનામાં અંદાજે 339 MMT કાર્ગો હેન્ડલ કર્યા હતા. દરમિયાન કંપનીના ગંગાવરમ પોર્ટે ઓલટાઈમ હાઈ માસિક કાર્ગો વોલ્યુમ 4 MMT હેન્ડલ કર્યુ હતું.
APSEZ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં કુશળતા દર્શાવતું આવ્યું છે. APSEZ એ લગભગ 48,900 twenty equivalent units (TEUs) ના રેલ વોલ્યુમ્સ સાથે યર-ટુ-ડેટ લોજિસ્ટિક્સ વોલ્યુમમાં રેકોર્ડ વૃદ્ધિ થતા વાર્ષિક 20% વૃદ્ધિ નોંધાવી હતી, જેમાં 16 MMT ના જનરલ પર્પઝ વેગન ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (GPWIS) વોલ્યુમો 42% વધુ હતા. જાન્યુઆરી 2024 માં, GPWIS વોલ્યુમો લગભગ 1.9 MMT ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે રહ્યા હતા.
ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી APSEZ દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિશાળ જથ્થામાં કાર્ગો હેન્ડલીંગ માટે જાણીતા મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ એન્ડ SEZએ 21 જાન્યુઆરીના રોજ એક જહાજ પર 16,596 કન્ટેનરનું સંચાલન કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી છે. આ સિદ્ધિ પ્રીમિયર પોર્ટ ફેસિલિટેટર તરીકે અદાણી પોર્ટસને વધુ મજબૂત બનાવે છે.
APSEZ એ ભારતના વેપાર અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે, 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનાવવાના વિઝન સાથે, APSEZ એ વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) માટે સાઇન અપ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનું ત્રીજું બંદર બન્યું, જે ગ્લોબલ વોર્મિંગને 1.5 °C ઉપર નિયંત્રણ કરવા માટે ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે.