આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ સેમિનારનું આયોજન કરાયું
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આજના યુવા વર્ગને વિકસિત ભારતની કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, મેનેજમેન્ટ ગુરુ શ્રી હેમલભાઈ , સ્ટાર્ટઅપ ઈન્ડિયા ક્ષેત્રે કાર્યરત શ્રી શુભમ સુરતી , પર્સનાલિટી ડેવલોપમેન્ટ ક્ષેત્રના શ્રી સૂર્યવંશી સાહેબ હાજર રહ્યા હતા. સૌ અગ્રણીઓ સાથે મળીને વિકસિત ભારતની કલ્પનાને પુરું કરવા અને દેશના યુવાનોનો દરેક પથ દિવ્યપથ, વિજયપથ અને ગૌરવપથ બની રહે તે માટેની ઉમદા સમજ આપી હતી.
આ સાથે આશ્કા યુથ ફાઉન્ડેશનના સંચાલક શ્રી અલ્પેશભાઈ ઠક્કર દ્વારા બોર્ડના વિધાર્થીઑ એ અવાવનારા સમયમાં આવતી બોર્ડની પરીક્ષામાં કેવીરીતે તૈયારી કરવી તે બાબતે એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો, જે વિધાર્થીને પરીક્ષામાં ઉતીર્ણ થવા મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સેમિનારમાં ધોરણ 10 ને 12 ના અંદાજે 180 થી વધુ બાળકો એ હાજરી આપી હતી.