સ્પોર્ટ્સ
કિંગ્સ કપમાં અલ નાસરની હાર બાદ તૂટી પડ્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બાળકની જેમ રડ્યો

કિંગ્સ કપમાં અલ નાસરની હાર બાદ તૂટી પડ્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બાળકની જેમ રડ્યો
નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં અલ નાસરની ફાઈનલમાં પરાજય બાદ દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રડવા લાગ્યો હતો. અલ નસ્ર કિંગ્સ કપની ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં હારી ગયો હતો. મેચ નિયમિત સમયે 1-1થી ડ્રો રહી હતી, પરંતુ અલ-હિલાલે પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી જીત મેળવી હતી અને લીગ અને કપ બંને જીત્યા હતા. તે જમીન પર સૂઈ ગયો અને રડવા લાગ્યો. તેના સાથી ખેલાડીઓ અને કોચ તેની સંભાળ લેવા આવ્યા હતા. બાદમાં તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. જોકે, રોનાલ્ડોને રનર અપ મેડલ મળ્યો હતો. રોનાલ્ડો માટે આ ખૂબ જ નિરાશાજનક હાર હતી. તેની ટીમ લીગમાં અલ-હિલાલ કરતાં 14 પોઈન્ટ પાછળ રહી હતી અને એશિયન ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં પણ હારી ગઈ હતી.