વરસાદ પછી ટાળો, ફેલાતો રોગચાળો

વરસાદ પછી ટાળો, ફેલાતો રોગચાળો
પાણીજન્ય રોગોથી બચવા આટલી કાળજી લઈએ: સ્વચ્છ પાણી અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક પાણીજન્ય રોગચાળાથી સુરક્ષિત રાખે છે
વરસાદી સિઝનમાં પાણીજન્ય રોગચાળાથી બચવા વિશેષ કાળજી લેવી જરૂરી છે. પાણીને ઉકાળીને પીવું અથવા ક્લોરિન ગોળીનો ઉપયોગ કરો. (૨૦ લીટર પાણીમાં એક ક્લોરીન ટીકડીનો ભૂકો કરીને નાખ્યા બાદ અડધો કલાક પછી પીવુ) ક્લોરિનની ગોળી આપણા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પરથી વિનામૂલ્યે મળશે. વારંવાર સાબુથી હાથ ધોવા. સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાકનો ઉપયોગ કરવો. ઘનકચરાના નિયમિત અને યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી ગંદકીવાળી તમામ જગ્યાઓની સફાઈ કરવી. જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. ખાસ કરીને સ્વચ્છ પાણી અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક પાણીજન્ય રોગચાળાથી સુરક્ષિત રાખે છે. જરૂર જણાયે જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ, આરોગ્ય શાખાના કંટ્રોલ રૂમ નં. 0261-2430780 નો સંપર્ક કરવા જિ.પં.ના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.