ભાઠા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં બાળકોનો શાળા પ્રવેશ

ભાઠા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં બાળકોનો શાળા પ્રવેશ
સુરત શહેરને અડીને આવેલ ભાઠા પ્રાથમિક શાળામાં ચોર્યાસીનાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી તેમજ ધોરણ-૧ માં પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોને આશીર્વચન પાઠવતાં સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજે શાળામાં દાખલ થયેલ દરેક બાળક તેનાં અભ્યાસનાં પ્રથમ પગથિયાથી જ જુસ્સા અને આત્મવિશ્વાસ સાથે પોતાની શૈક્ષણિક કારકીર્દી આરંભી પ્રગતિનાં પંથે દોટ લગાવે એવો આશાવાદ વ્યક્ત કરું છું. આ તકે શાળાનાં શિક્ષક ભાઈ-બહેનો, આંગણવાડી વર્કર બહેનો, સુરત જિલ્લા પંચાયતનાં પીએસસી ઇન્સ્ટ્રક્ટર કૌશિકાબેન પટેલે ખડેપગે રહીને સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. અંતમાં ઉપસ્થિત મહાનુભવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.