રાજનીતિ
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ ૧૦૦% મતદાન કરવા માટે જાહેર જનતાને અપીલ કરાઈ

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ ૧૦૦% મતદાન કરવા માટે જાહેર જનતાને અપીલ કરાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અર્થે વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત છોટાઉદેપૂર નગરપાલિકાના કર્મચારીઓએ નગરપાલિકાના જુદા-જુદા વિસ્તારો તથા લગ્ન પ્રસંગમાં જઈને લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ને મંગળવાર ના રોજ ૧૦૦% મતદાન કરવા માટે જાહેર જનતાને અપીલ કરી હતી. આ ઉપરાંત લોકોને અચુક મતદાન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.