કલા પ્રખરતા શોધ કાર્યક્રમ હેઠળ વિવિધ જિલ્લાઓ દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમ અને ઈનામ વિતરણ

સુરત:સોમવાર: કામરેજ તાલુકાની ખોલવડ કોલેજના દલપતરામ ભવન ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં વિભાગીય નાયબ નિયામકની કચેરી-સુરત ઝોન અને જિલ્લા પંચાયત-સુરતના સંયુક્ત ઉપક્રમે ‘‘પા પા પગલી..પ્રોજેકટ’’ અંતર્ગત ‘શિક્ષણની વાત, વાલીઓ સાથે સંવાદોત્સવ’નો ઝોન કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને તે માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો.
આ પ્રસંગે સાંસદશ્રીએ સુરત ઝોન હેઠળ સમાવિષ્ટ દરેક જિલ્લાઓની આંગણવાડીના અધિકારી/કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ઘડાયેલી નવી શિક્ષણ નીતિ વિશે જણાવતા સાંસદશ્રીએ કહ્યું કે, રાજ્યસરકારના ‘પા પા પગલી..’ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભૂલકાઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડી તેમનો સર્વાંગી વિકાસ સાધવાનો છે. બાળકોના ભણતર, ઘડતર અને ઉજ્જવળ ભાવિના ચણતર માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અતિ મહત્વનું છે હોવાનું તેમણે ઉમેર્યું હતું.