ડી બી પિક્ચર્સ લાવી રહ્યું છે મિસ્ટ્રી અને સસ્પેન્સ સાથેની ફિલ્મ “ચૂપ”
• સુપર સ્ટાર હિતેન કુમાર મુખ્ય ભૂમિકામાં • અમદાવાદ ખાતે ફિલ્મનું શૂટિંગ શરૂ
પહેલા એવું કહેવાતું કે ગુજરાતી ફિલ્મો માત્ર કૉમેડી હોય તો જ ચાલે પણ હવે સમય સાથે દર્શકોની રૂચિ પણ બદલાઈ છે અને ખાસ તો ઓટીટી આવ્યા બાદ પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મોમાં પણ હવે બદલાવ માંગી રહ્યા છે તો સામે ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો પણ પ્રેક્ષકોનું નવા વિષયો સાથે મનોરંજન કરાવવા સજ્જ છે.
હાલમાં જ તેવી મિસ્ટ્રી અને સસ્પેન્સ સાથે ની ગુજરાતી ફિલ્મ “ચૂપ”નું મુહૂર્ત અમદાવાદ ખાતે થયું. જેનું નિર્માણ ડી બી પિક્ચર્સ દ્વારા થઈ રહ્યું છે અને દિગ્દર્શનની જવાબદારી સંભાળી રહ્યા છે નિશિથકુમાર બ્રહ્મભટ્ટ, કે જેઓ અગાઉ 3 ડોબા ,ચાર ફેરા નું ચકડોળ અને કહી દે ને પ્રેમ છે જેવી સફળ ફિલ્મો આપી ચૂક્યા છે. ફિલ્મમાં મહત્વના પાત્ર માં સુપર સ્ટાર હિતેન કુમાર જોવા મળશે સાથે મોરલી પટેલ, આકાશ પંડ્યા, હીના વાર્ડે, હેમાંગ દવે, વિકી શાહ, પૂજા દોશી, ધ્વનિ રાજપૂત અને હેમીન ત્રિવેદી પણ જોવા મળશે. ફિલ્મમાં ડીઓપીની કમાન છે બીભૂ દાસના હાથમાં કે જેઓ ઘણી બધી બોલીવુડ ફિલ્મો સાથે સંકળાયેલા છે. ફિલ્મનું સંપૂર્ણ શુટિંગ અમદાવાદના અલગ અલગ સ્થળો પર થશે.
આશા રાખીએ કે આ ફિલ્મ પ્રેક્ષકોને ખૂબ પસંદ પડશે