જળધોધ પાસે સેલ્ફી કે ફોટોગ્રાફી પર મનાઈ હુકમ જારી છતાં સરકારી જાહેરનામાની કોઈ અસર નહીં

Dang: ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે છે , ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી , નાળા , કોતરો , કે નાના મોટા જળધોધ પાસે સેલ્ફી કે ફોટોગ્રાફી પર મનાઈ હુકમ જારી કરી સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરાયા છે , તેમછતાં સરકારી જાહેરનામું ની કોઈ અસર જોવા મળતી નથી .
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નજીક આવેલ શીવઘાટ ધોધ માર્ગ સાઇડે પડતો હોય પ્રવાસી તેની નજીક ફોટોગ્રાફી કરતા લપસી ન પડે તે માટે પોલીસ દ્વારા સુરક્ષા કર્મીઓ તૈનાત કર્યા છે , તેમછતાં શીવઘાટ ધોધ નજીક સુરક્ષા કર્મીની હાજરી વચ્ચે પ્રવાસીઓ ભયજનક રીતે ધોધ નજીક સેલ્ફી ફોટોગ્રાફી કરતા સુરક્ષા કર્મી શોભાના ગાંઠિયા બની ગયા હતા . તેમજ પ્રવાસીઓ દ્વારા પોતાના વાહનો પણ આડેધડ માર્ગ વચ્ચે પાર્કિંગ કરતા આવતા જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની નોબત ઉભી થઈ હતી . બહારગામ થી ડાંગ Dang ની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે તંત્ર ખુબ જાગૃત છે , પરંતુ શીવઘાટ માં તૈનાત સુરક્ષા કર્મીઓ પોતાની ફરજ પ્રત્યે જાગરૂક ન હોય અજાણતા સેલ્ફી લેતા અકસ્માતે પડી જતા પ્રવાસીઓ ડાંગ પ્રત્યે ખોટી છાપ પડતી હોય જેતે સંભંધિત તંત્ર સુરક્ષા કર્મીઓને ફરજ પાલનના પાઠ ભણાવે તે જરૂરી છે નહિતર કોઈમોટી દુર્ઘટના બન્યા બાદ કાર્યવાહી હાથ ધરાય તો કોઈ મતલબ ન રહે .