ગુજરાત

ઉચ્છલ તાલુકાની દૂધ મંડળીઓ દ્વારા “સહકાર રત્ન” શ્રી માનસિંહ પટેલો સન્માન સમારોહ યોજાયો

ઉચ્છલ તાલુકાની દૂધ મંડળીઓ દ્વારા “સહકાર રત્ન” શ્રી માનસિંહ પટેલો સન્માન સમારોહ યોજાયો

ઇફ્ફો દ્વારા “ઇફકો સહકાર રત્ન” એવોર્ડ એનાયત કરવામાં આવતા આજરોજ ઉચ્છલ તાલુકાની દૂધ મંડળીના પ્રમુખશ્રી,મંત્રીશ્રી અને પ્રતિનિધિશ્રીઓ એપીએમસી ઉચ્છલ,ખરીદ વેચાણ સંઘ ઉચ્છલ તથા ઉચ્છલ તાલુકાના સહકારી આગેવાનો દ્વારા માનસિંહ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે નિઝર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયરામભાઇ ગામીતે જણાવ્યું હતું કે અનેક ચડાવ-ઉતાર અને અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ઉચ્છલ તાલુકાના પશુપાલકો દ્વારા પાંચ વર્ષ અગાઉ અંદાજીત ૫૩ કરોડ રૂપિયાની આવક મેળવાતી જે હાલ બમણી થઇ ૧૨૫ કરોડ રૂપિયા ઉપર પહોચી છે જેમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સહાયનું પ્રમાણ પણ ઘણું મોટું છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય અને સુમુલના ડીરેક્ટર શ્રી સંદીપભાઈએ જણાવ્યું હતું કે રોજ સવાર પડતાંની સાથે સુરત અને તાપી જીલ્લાના પશુપાલકો દ્વારા અંદાજીત ૨૨ લાખ લીટર દૂધ સુમુલ ડેરીમાં મોક્લાવી દરરોજ અંદાજીત રૂ|.૧૦ કરોડની આવક ઘર આંગણે મેળવી રહ્યા છે. ૫ વર્ષ અગાઉ દૈનિક ૧૫ લાખ લીટરથી હાલ દૈનિક ૨૨ લાખ લીટર દુધ સુમુલ ડેરીમાં આવી રહ્યું છે અને સભાદોને ૨૨૦૦ કરોડની મળતી રકમ અંદાજીત ૪૨૦૦ કરોડ સુધી પહોચી છે. આ પ્રસંગે સુરત એપીએમસીના ચેરમેન અને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, નિઝર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામીત, તાપી જીલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા, ઉચ્છલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન વળવી,જીલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી માસુદાબેન નાઈક,સુડીકો બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ પટેલ, ચલથાણ સુગર પ્રમુખ શ્રી કેતનભાઇ પટેલ, અને ઉચ્છલ તાલુકાના સહકારી આગેવાનો અને દૂધ મંડળીના પ્રતિનિધિશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં પણ સુરત અને તાપી જીલ્લામાં વિવિધ સ્થળોએ માનસિંહ પટેલના સન્માન સમારોહનું આયોજન ગોઠવાઈ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button