કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

સુરતઃસોમવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઉમરપાડા તાલુકાના ઉચવાણ અને ઉમરપાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
જેમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શારદાબેન દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી, વય વંદન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષા શ્રીમતિ દરિયાબેન, તાલુકા પ્રમુખ શ્રી રમેશભાઈ,મદદનીશ ઇજનેર સિંચાઇ વિભાગ પી.સી.પટેલ,જિલ્લા માજી.સિંચાઇ અધ્યક્ષશ્રી શાંતિલાલભાઈ, તાલુકા પંચાયતના દંડકશ્રી મોગરાબેન કરણભાઈ, તાલુકા સંગઠન મહામંત્રીશ્રી અમિષભાઈ, માજી.તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી વિપુલભાઈ, માજી.ઉપપ્રમુખશ્રી નટુભાઇ, માજી તાલુકા કારોબારી અધ્યક્ષશ્રી મહોનભાઇ,સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દર્શનાબેન,આસી.તાલુકા વિકાસ અધિકારીશ્રી હીમુભાઈ, સોનલબેન, તલાટી કમ મંત્રી યજુવેન્દ્રભાઈ , આંગણવાડી વર્કર,તેડાગર તેમજ અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.